જાન્યુઆરીની 17-18 તારીખના રોજ ટ્વિટર હેડક્વોટર્સની 260થી વધુ વસ્તુઓની એલન મસ્ક કરશે ઓનલાઈન હરાજી
- ટ્વિટર હેડક્વોટર્સ 260થી વધુ આઈટમની થશે હરાજી
- 16 જાન્યુઆરીથી એલન મસ્ક રહાજી શરુ કરશે
દિલ્હીઃ- ટ્વિટરને લઈને એલન મસ્ક હંમેશા ચર્ચામાં છે,જ્યારથી તેમણ ેટ્વિટરની માલિકી ખરીદી છે ત્યારથી તેઓ ટ્વિટર હેન્ડલ સાથે જોડાયેલી બાબતોને લઈને ચર્ચામાં આવે છે ત્યારે ટ્વિટ હેડક્વોટર્સની વસ્તુઓની હરાજીને લઈને પણ સમાચાર સામે આવી રહ્યા છે જે હેઠળ 260થી વધુ આઈટમોની એલન મસ્ક હરાજી કરશે.
પ્રાપ્ત વિગત પ્રમાણે ટ્વિટરે આજરોજ સોમવારે તેની બ્લુ સેવા ફરી શરૂ કરી છે. ટ્વિટરના સત્તાવાર હેન્ડલ પર તેની જાહેરાત કરવામાં આવી છે. આ સબસ્ક્રિપ્શન સેવામાં સરકાર, કંપનીઓ અને સામાન્ય લોકોને અલગ-અલગ રંગના બેજ મળશે. કંપનીઓને ગોલ્ડ ચેક મળશે, સરકારોને ગ્રે ચેક મળશે અને સામાન્ય નાગરિકોને બ્લુ ટિક મળશે.
આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે ટ્વિટરના માલિક લેન મસ્ક નવા વર્ષમાં સાન ફ્રાન્સિસ્કો હેડક્વાર્ટરમાંથી 265 વસ્તુઓની હરાજી કરશે. હરાજી 17 જાન્યુઆરીથી 18 જાન્યુઆરી સુધી ઓનલાઈન થશે. તે રસોડામની વસ્તુઓ, ઇલેક્ટ્રોનિક્સ, કોફી મશીન જેવી ફર્નિચર જેવી વસ્તુ છે. મોટાભાગની વસ્તુઓની પ્રારંભિક કિંમત $25 અથવા $50 રાખવામાં આવી છે.આ તમામ વસ્તુઓ ઓનલાઈન સાઈટ BidSpotter પર પણ સૂચિબદ્ધ છે. આ મુજબ, ચુકવણી ફક્ત વાયર ટ્રાન્સફર દ્વારા કરવામાં આવશે, જે હરાજી સમાપ્ત થયાના 48 કલાકની અંદર ચૂકવવાની રહેશે.
હરાજી માટે અપાયેલી વસ્તુઓમાં બે એક્સરસાઇઝ બાઇક, એક એસ્પ્રેસો મશીન અને ગૂગલ 55-ઇંચ ડિજિટલ વ્હાઇટ બોર્ડ ડિસ્પ્લે, ડઝનેક ખુરશીઓ અને કોફી મશીનનો પણ સમાવેશ થાય છે. હરાજી જોઈ રહેલા હેરિટેજ ગ્લોબલ પાર્ટનર્સના નિક ડોવે જણાવ્યું કે આ હરાજીને ટ્વિટરની નાણાકીય સ્થિતિ સાથે કોઈ લેવાદેવા નથી. આવું વિચારતા લોકો મૂર્ખ છે.