બ્લૂમબર્ગ બિલિયોનેર્સ યાદીમાં એલન મસ્ક ટોચ પર -ફરી એક વખત વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા
- એલન મસ્ક ફરી દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ બન્યા
- બ્લૂમબર્ગ બિલિયોનેર્સ યાદીમાં મોખરે
દિલ્હીઃ- ટ્વિટરની ખરિદી બાદ એલન મસ્ક ચર્ચામાં આવ્યા હતા છેવટે તેમણે પોતાના પદ પરથી રાજીમાનુ આપ્યું હતું જો કે આ છેલ્લા કેટલાક સમયમાં એલન મસ્ક પોતાની સંપત્તિને લઈને પછળાઈ રહ્યા હતા. ત્યારે હવે ફરી એક વખત તેઓ વિશ્વના ધનિક વ્યક્તિ બન્યા છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે અમેરિકાના અબજોપતિ અને ઉદ્યોગસાહસિક એલન મસ્ક ગુરુવારે વિશ્વના સૌથી ધનિક લોકોની બ્લૂમબર્ગ બિલિયોનેર્સ યાદીમાં ટોચનું સ્થાન પામ્યા છે કારણ કે યુએસ ઇલેક્ટ્રિક કાર નિર્માતા ટેસ્લાના શેરમાં એક દિવસ અગાઉની સરખામણીએ 1.38 ટકાનો ઉછાળો આવ્યો છે. આ પછી બીજા સ્થાને LVMH CEO બર્નાર્ડ આર્નોલ્ટ હતા.હવે તેઓને પછાળીને ઘનિકોની યાદીમાં ફરી એલન મસ્ક આગળ આવી ગયા છે.
દુનિયાના અબજોપતિઓની યાદી પ્રમાણે જો વાત કરીએ તો, મસ્કની કિંમત હવે $192 બિલિયન હોવાનો અંદાજ સેવાઈ રહ્યો છે જે વર્ષ 2023ની શરૂઆતથી $55.3 બિલિયનનો વધારો છે, જ્યારે આર્નોલ્ટની કિંમત $187 બિલિયન છે, જે જાન્યુઆરીની શરૂઆતથી 24.5 બિલિયન ડૉલરનો વધારો થયો છે.
આ સહીત એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ 144 અરબ ડોલરની નેટવર્થ સાથે ત્રીજા અને માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ 125 અરબ ડોલરની નેટવર્થ સાથે ચોથા ક્રમે છે. 21 એપ્રિલે, મસ્કના સ્ટારશિપ અવકાશયાનની નિષ્ફળતા અને ટેસ્લાના પ્રથમ નાણાકીય ત્રિમાસિક અહેવાલના પ્રકાશન પછી, તેણે 12.6 અરબ ડોલર ગુમાવ્યા, જે તેમની સંપત્તિના સાત ટકા, અને 164 અરબ ડોલર સાથે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા. યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયા. અ