Site icon Revoi.in

Elon Musk ખરીદવા માંગે છે ટ્વિટર, કંપનીને આટલા અબજ રૂપિયાની આપી ઓફર

Social Share

અબજોપતિ Elon Musk એ ટ્વિટર ખરીદવાની ઓફર કરી છે. ટેસ્લાના સીઈઓ મસ્કે ટ્વિટરને 41.39 અરબ ડોલરમાં ખરીદવાની ઓફર કરી છે.ગુરુવારે એક રેગુલેટરી ફાઇલિંગમાં જાણવા મળ્યું છે કે,તેણે રોકડમાં 54.20 ડોલર પ્રતિ શેરના ભાવે ટ્વિટર ખરીદવાની ઓફર કરી છે.આના થોડા દિવસો પહેલા તેણે સોશિયલ મીડિયા કંપનીના બોર્ડમાં સ્થાન ઠુકરાવી દીધું હતું.

મસ્કએ 54.20 અરબ ડોલર પ્રતિ શેરની ઓફર કિંમતમાં 1 એપ્રિલના રોજ ટ્વિટરના સ્ટોકની બંધ કિંમત કરતાં 38 ટકા પ્રીમિયમ દર્શાવે છે.

ટેસ્લાના સ્થાપક અને સીઈઓ મસ્કે ગુરુવારે આની જાહેરાત કરતા કહ્યું કે ટ્વિટરમાં અસાધારણ ક્ષમતા છે.તેઓએ કહ્યું કે તેઓ તેને અનલોક કરશે.

Elon Musk ટ્વિટર પર સૌથી વધુ સક્રિય વપરાશકર્તાઓમાંના એક છે. તેઓ સતત સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં તેમને જોઈતા ફેરફારો વિશે વાત કરતા રહ્યા છે.તેમનો હિસ્સો ખરીદવાની જાહેરાત કર્યા પછી કંપનીએ તેમને બોર્ડમાં સ્થાનની ઓફર કરી, જેનાથી તેઓ સૌથી મોટા વ્યક્તિગત શેરહોલ્ડર બન્યા.