- એલન મસ્ક G20 માં વર્ચ્યૂઅલ રીતે જોડાશે
- અનેક મહત્વના મુદ્દાઓ પર શથે ચર્ચા
દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી ટ્વિટરને લઈને વિવાદ ચાલી રહ્યો છે જ્યારથી ટેસ્લાના સીઈઓ એલન મસ્કે ટ્વિટર ખરીદ્યું છે ત્યારથી ટ્વિટર વિવાદમાં છે ત્યારે આ વિવાદ વચ્ચે હવે ટ્વિટરના નવા માલિક એલોન મસ્ક ઇન્ડોનેશિયનમાં G20 સમિટમાં વર્ચ્યુઅલ રીતે હાજરી આપશે તેવા ન્યૂઝ સામે આવ્યા છે.
પ્રાપ્ત વિગત અનુસાર. ઈન્ડોનેશિયન ચેમ્બર ઓફ કોમર્સના એક અધિકારીએ સીએનબીસી ઈન્ડોનેશિયાને આ અંગે માહિતી આપી હતી. મસ્ક આ કોન્ફરન્સમાં વ્યક્તિગત રીતે હાજરી આપશે નહીં તેઓ ઇન્ડોનેશિયાના બાલીમાં જી 20 સમિટમાં વ્યક્તિગત રીતે નહીં પણ વર્ચ્યુઅલ રીતે જોડાશે,.
આ મામલે ચેમ્બરના વડા, અરજદ રશીદ તરફથી કહેવામાં આવ્યું હતું કે તેઓ આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે અસમર્થ હતા કારણ કે યુનાઇટેડ સ્ટેટ્સમાં ઘણી ઘટનાઓ બનતી હોય છે અને તેમનું ત્યા હાજર રહેવું જરુરી હતું. વાસ્તવમાં, મસ્ક 20 મોટી અર્થવ્યવસ્થાઓના જૂથના શિખર સંમેલન સંબંધિત બિઝનેસ ઇવેન્ટમાં ચર્ચા કરવાના છે.જો કે આ સમ્મેલનમાં યુએસ પ્રમુખ જો બાઈડેન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સહિતના વિશ્વના નેતાઓ રૂબરૂ હાજરી આપી રહ્યા છે,,
આ સહીત બીજી વાત કરીએ તો રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ વર્ચ્યુઅલ રીતે હાજરી આપે તેવી અપેક્ષા છે. તાજેતરમાં, મસ્ક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરનો માલિક બન્યો છે. આ પછી, તે સતત તેમાં ફેરફાર કરી રહ્યો છે. ટ્વીટર પર સતત વ્યૂહરચના અને નીતિગત ફેરફારોને કારણે એલોન મસ્કે લોકોમાં કંપનીના ભવિષ્યને શંકાના દાયરામાં મૂક્યું છે.જ્યારથઈ ટ્વિટરની માલિકી સંભાળી છે ત્યારથઈ ટ્વિટરના ઘણા કર્મીઓને પણ નોકરીમાંથી કાઢવામાં આવ્યા હોવાના એહલાવ છે આવી સ્થિતિમાં હવે એલન મસ્ક આ સમ્મેલનમાં શું બોલશે તેના પર સૌ કોઈની નજર છે.