- ટ્વિટર સાથેની કરોડોની ડીલ રદ કરવા એલોન મસ્બક પર કેસ
- આ કેસમાં હવે ઓક્ટોબરમાં થશે સુનાવણી
દિલ્હીઃ- વિશ્વભરમાં ખૂબ જાણીતા ઉદ્યાગપતિ એલોન મસ્કે ટ્વિટર સાથે 44 બિલિયન ડોલરની ખરિદિની ડિલ કરી હતી જો કે કેટચલાક કારણો સર તાજેતરમાં એલોન મસ્ક એ આ ડીલ રદ કરી હતી જેને કારણે ટ્વિટરે મસ્કને કોર્ટના દરવાજા દેખાડ્યા હતા, ત્યારે હવે ટ્વિટર અને અલોન મસ્ક આમને સામને છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરએ અબજોપતિ ઉદ્યોગપતિ એલોન મસ્ક પર કંપનીના $44 બિલિયનનું સંપાદન પૂર્ણ કરવા દબાણ કરવા માટે દાવો કર્યો છે. જો કે હવે આ કેસની સુનાવણી ઓક્ટોબરમાં થશે.
આ મામલે ડેલવેર કોર્ટ ઓફ ચાન્સરીના ન્યાયાધીશે જણાવ્યું હતું કે એલોન મસ્ક વિરુદ્ધ ટ્વિટર દ્વારા સંપાદન પૂર્ણ કરવા માટેના કેસની સુનાવણી ઓક્ટોબરમાં કરવામાં આવશે.
એલન મસ્કે ટ્વિટર ખરીદવાની જાહેરાત કરી હતી. જે પછી એલોન મસ્ક અને ટ્વિટરની માલિકીની કંપની Twitter Inc વચ્ચે $44 બિલિયનની ડીલ ફાઈનલ થઈ. પરંતુ આ જુલાઈમાં એલન મસ્કે સોદો રદ કર્યો. જે બાદ મામલો કોર્ટમાં પહોંચી ગયો છે. મંગળવારે એક મોટા અપડેટમાં કોર્ટે એલન મસ્કને મોટો ઝટકો આપ્યો છે. હકીકતમાં મસ્કની માંગને ફગાવી દેતા કોર્ટે આ વર્ષે ઓક્ટોબરથી આ કેસની સુનાવણી શરૂ કરવાનો આદેશ જાહેર કર્યો છે.
ડેલવેર કોર્ટ ઓફ ચાન્સરીમાં દાખલ કરવામાં આવેલા જવાબમાં, મસ્કના વકીલોએ આક્ષેપ કર્યો હતો કે ટ્વિટર નકલી એકાઉન્ટ્સ વિશે માહિતી પ્રદાન કરતું નથી. આમ કરવામાં વિલંબ થયો હતો, તકનિકી અડચણો ઉભી કરીને ટાળવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.જેના કારણે મસ્ક દ્રારા આ ડીલ રદ કરાી છે,જો કે હવે આ મમાલે ઓક્ટોબરમાં સુનાવણી હાથ ઘરાશે.
ઉલ્લેખનીય છે કે ટ્વિટરના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના ચેરમેન બ્રેટ ટેલરે મંગળવારે 12 જુલાઈના રોજ ટ્વીટ કર્યું હતું કે એલન મસ્કને તેની કરારબદ્ધ જવાબદારીઓ માટે જવાબદાર ઠેરવવા માટે ડેલવેર કોર્ટ ઓફ ચાન્સરીમાં દાવો દાખલ કરવામાં આવ્યો છે. તે આક્ષેપ કરે છે કે મસ્કે ટ્વિટર અને તેના શેરધારકો પ્રત્યેની તેની જવાબદારીઓનું સન્માન કર્યું નથી કારણ કે તેણે જે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા તે હવે તેના અંગત હિતોને પૂર્ણ કરતું નથી.