Site icon Revoi.in

એલોન મસ્ક આ મહિને ભારતની મુલાકાતે આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે

Social Share

નવી દિલ્હીઃ અમેરિકન ઇલેક્ટ્રિક કાર મેન્યુફેક્ચરિંગ કંપની ટેસ્લાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) એલોન મસ્ક આ મહિને ભારતની મુલાકાતે આવશે. ભારત પ્રવાસ દરમિયાન તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળશે.

ઇલોન મસ્કે તેની એક્સ હેન્ડલ પોસ્ટ પર કહ્યું છે કે, “ભારતમાં પ્રધાનમંત્રી મોદીને મળવાની રાહ જોઈ રહ્યા છીએ.” મસ્ક ભારતમાં ટેસ્લાની રોકાણ યોજનાઓની પણ જાહેરાત કરી શકે છે. આ તેમની પ્રથમ ભારત મુલાકાત હશે. આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મસ્ક અત્યાર સુધીમાં બે વખત મળ્યા છે. પ્રધાનમંત્રી મસ્કને 2015માં કેલિફોર્નિયામાં ટેસ્લા ફેક્ટરીમાં પ્રથમ વખત મળ્યા હતા. આ પછી, બંને જૂન 2023 માં ન્યૂયોર્કમાં મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ઈલોન મસ્ક તેમની કંપની ટેસ્લાને ભારતીય બજારમાં લોન્ચ કરવા જઈ રહ્યા છે. ભારતમાં ટેસ્લાના ઇલેક્ટ્રિક વ્હીકલને લોન્ચ કરવાની યોજના પર કામ શરૂ થઈ ગયું છે. ટેસ્લા એ વિશ્વમાં ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન કરતી સૌથી મોટી કંપનીઓમાંની એક છે. ટેસ્લાએ હજુ સુધી ભારતમાં કોઈ મોડલ લોન્ચ કર્યું નથી. વિશ્વમાં વાહનોના વેચાણ પર નજર કરીએ તો આ વાહનો માટે ભારત ત્રીજું સૌથી મોટું બજાર છે.