Site icon Revoi.in

એલન મસ્કની જાહેરાત,ટ્વિટર યુઝર્સને મળશે 41 કરોડ,પૂરી કરવી પડશે આ શરત 

Social Share

મુંબઈ:માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરના માલિક એલન મસ્કએ હાલમાં જ એક મોટી જાહેરાત કરી છે, હવે મસ્ક માત્ર પોતે જ નહીં કમાઈ પરંતુ તમને લોકોને પણ કમાઈ કરાવશે. જી હા, તમે તે બરાબર વાંચ્યું છે, એલન મસ્કે જાહેરાત કરી છે કે ટૂંક સમયમાં Twitter પરથી વેરિફાઈડ કન્ટેન્ટ ક્રિએટર્સને પૈસા આપવામાં આવશે.

તેમના મુદ્દાને સ્પષ્ટ રીતે સમજાવતા એલન મસ્કએ કહ્યું કે જે કોઈ પણ વેરિફાઈડ કન્ટેન્ટ ક્રિએટર્સ છે તેને રીપ્લાઈમાં દેખાતી જાહેરાતો માટે પૈસા મળશે. એટલું જ નહીં, મસ્કે એ પણ સ્પષ્ટ કર્યું છે કે પ્રથમ બ્લોકમાં ટ્વિટર દ્વારા ક્રિએટર્સને $5 મિલિયન (લગભગ 41 કરોડ રૂપિયા) ચૂકવવામાં આવશે.

અત્યાર સુધી કન્ટેન્ટ ક્રિએટર્સ મેટા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક દ્વારા કમાણી કરતા હતા પરંતુ હવે ટ્વિટર પણ સર્જકોને તેમના શ્રેષ્ઠ કામ માટે ચૂકવણી કરશે.

એલન મસ્કના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી કરવામાં આવેલા ટ્વીટ અનુસાર, મસ્કએ એક શરત મૂકી છે અને શરત એ છે કે માત્ર તે કન્ટેન્ટ ક્રિએટર્સને જ પેમેન્ટ મળશે જેમનું એકાઉન્ટ વેરિફાઈડ છે. વેરિફાઈડ એકાઉન્ટ પર એડ્સ આવશે ત્યારે જ પેમેન્ટ કરવામાં આવશે.

આનો અર્થ એ છે કે જો તમારી પાસે પણ બ્લુ ટિક છે અને તમે કન્ટેન્ટ ક્રિએટર પણ છો, તો તમે પણ ટૂંક સમયમાં ટ્વિટર દ્વારા કમાણી કરી શકશો. પરંતુ તે જ સમયે, જો તમે કન્ટેન્ટ ક્રિએટર છો પરંતુ તમે એલન મસ્ક દ્વારા શરૂ કરાયેલ ટ્વિટરની બ્લુ મેમ્બરશિપ લીધી નથી, તો તમને પૈસા કમાવવાની તક નહીં મળે. જો તમે પણ ટ્વિટરથી કમાણી કરવા માંગો છો, તો તમે બ્લુ ટીકનું પેડ સબ્સ્ક્રિપ્શન્સ ખરીદીને પૈસા કમાવવાની તકનો લાભ લઈ શકશો.