એલન મસ્કનો દાવોઃ અનેક અડચણ અને બદલાવ બાદ પણ ટ્વિટર હિટ, વર્ષ 2023માં રેકોર્ડ સ્તરે પહોંચી યૂઝર્સની સંખ્યા
દિલ્હીઃ- ટ્વિટર જ્યારથી એલન મસ્કએ ખરિદ્યુ ત્યારથી તેમાં અનેક બદલાવ આવ્યા હતા ત્યાર બાદ એલન મસ્ક દ્રારા તેના સીઈઓના પદથી રાજીનામુ પણ આપવામાં આવ્યું ત્યાર પછી પણ ટ્વિટરમાં ઘણા બદલાવ જોવાયા હતા તાજેતરમાં જ એલન મસ્ક દ્રારા ટ્વિટરનું સિમ્બોલ બદલવામાં આવ્યું હતું. ત્યારે હવે એલન મસ્કે દાવો કર્યો છે કે અનેક ચેન્જ કરવા છત્તાં ટ્વિટ હીટ રહ્યું છે.
𝕏 monthly users reach new high in 2023 pic.twitter.com/trqLGBEvvA
— Elon Musk (@elonmusk) July 28, 2023
પ્રાપ્ત વિગત પ્રમાણે હવે એલન મસ્ક માટે સારા દિવસો આવ્યા છે. ટ્વિટરને Xમાં કન્વર્ટ કર્યાના થોડા દિવસો બાદ જ મસ્કે મોટી માહિતી આપી છે. માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ પર તેમણે જણાવ્યું કે વર્ષ 2023માં ટ્વિટર પર યુઝર્સની સંખ્યા રેકોર્ડબ્રેકિંગ સ્તરે પહોંચી ગઈ છે.
વધુ માહિતી પ્રમાણે એલન સ્કના ટ્વીટ પરના શેર ગ્રાફ અનુસાર, Xના 541 મિલિયન યુઝર્સ વધ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે આ સિદ્ધિ ત્યારે પ્રાપ્ત થઈ છે જ્યારે નિષ્ણાતો તેની ક્ષમતા પર શંકા કરી રહ્યા હતા કે તે ટ્વિટરને યોગ્ય રીતે ચલાવી શકશે કે નહીં ત્યારે દપરેક સ્થિતિ બાદ પણ ટ્વિટર હિટ રહ્યું હોવાનો મસ્ક દ્રારા દાવો કરવામાં આવ્યો છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે મે મહિનો અને વર્ષ 2022 માં, ટ્વિટર ખરીદવાની શરૂઆત પછી તરત જ, પ્લેટફોર્મ પર 229 મિલિયન માસિક સક્રિય યૂઝર્સ હતા. જર્મન ડેટા-ગેધરિંગ પ્લેટફોર્મ સ્ટેટિસ્ટા મુજબ , ડિસેમ્બર 2022 સુધીમાં, ટ્વિટર પર સક્રિય યૂઝર્સની સંખ્યા 335 મિલિયન હતી. તે જ સમયે, જો મસ્ક દ્વારા શેર કરાયેલા આંકડાની વાત કરીએ છે તો પ્લેટફોર્મ પર ચોક્કસપણે મોટો વધારો નોંધાયો ચે એમ કહી શકાય છે.મસ્કનો તાજેતરનો સૌથી મોટો નિર્ણય ટ્વિટરને ‘X’માં કન્વર્ટ કરવાનો છે. X હેઠળ રિબ્રાન્ડિંગ હેઠળ, મસ્ક આ પ્લેટફોર્મને એવરીથિંગ એપ્લિકેશન બનાવવા માંગે છે, જ્યાં વપરાશકર્તાઓ એક જ પ્લેટફોર્મ પર બહુવિધ સેવાઓનો લાભ લઈ શકે છે.