નવી દિલ્હીઃ ભરત સરકાર તાજેતરમાં Xના કેટલાક એકાઉન્ટને બ્લોક કરવાનો આદેશ આપ્યો હતો. Xએ સરકારના આ આદેશને સ્વીકાર કરી લીધો છે. સાથે જ અસંમતિ પ્રગટ કરી છે. Xએ કહ્યું છે કે ભારત સરકારના આદેશ પછી કેટલાક એકાઉન્ટને બ્લોક કે સસ્પેન્ડ કરી રહ્યા છીએ પણ અમે આનાથી સહમત નથી. લોકોને બોલવાની આઝાદી હોવી જોઈએ. આ જાણકારી Xના ગ્લોબલ ગવર્નમેન્ટ અફેર ટીમએ એક પોષ્ટ દ્વારા આપી હતી.
ભારત સરકાર એક્ઝિક્યુટિવ ઓર્ડર જારી કર્યા છે, જેમાં એક્સ એકાઉન્ટ ખાતોં અને પોસ્ટ્સ સામે પગલાં લેવાનું કહેવામાં આવ્યું છે. કહેવાય છે કે આ ખાતાઓ સામે દંડ અને જેલની સજા જેવી કાર્યવાહી કરવાની વાતકરવામાં આવી હતી. આદેશોના પાલનમાં, ફક્ત ભારતમાં જ આ એકાઉન્ટ્સ અને પોસ્ટ્સને રોકિશું. જો અમે આ ક્રિયાઓ સાથે અસંમત છીએ અને માનીએ છીએ કે વાણીની સ્વતંત્રતા આ પોસ્ટ્સ સુધી વિસ્તરવી જોઈએ. અમારી નીતિઓ અનુસાર પ્રભાવિત વપરાશકર્તાઓને આ ક્રિયાઓની સૂચના પણ આપી છે. “કાનૂની પ્રતિબંધોને લીધે, અમે એક્ઝિક્યુટિવ ઓર્ડર પ્રકાશિત કરવામાં અસમર્થ છીએ, પરંતુ અમે માનીએ છીએ કે પારદર્શિતા ખાતર તેને જાહેર કરવું જરૂરી છે.”
ભારત સરકાર વિવાદાસ્પદ એકાઉન્ટ્સ અથવા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને બ્લોક કરવાનો આદેશ જારી કરે છે જે સામાજિક સૌહાર્દને બગાડવાનો ડર છે. આ સંદર્ભે, Xને ઓર્ડર મળે છે. અગાઉ, જ્યારે Xનું નામ ટ્વિટર હતું ત્યારે પણ ભારત સરકાર આવા આદેશો જારી કરતી હતી. આ પહેલા પણ X એ સરકારી આદેશ બાદ એકાઉન્ટ બ્લોક કરવા અંગે અસહમતિ વ્યક્ત કરી છે.