Site icon Revoi.in

ટ્વિટર ખરીદ્યા પછી એલોન મસ્કનું નવું ટ્વિટ,કહી આ વાત

Social Share

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર બાદ હવે ટેસ્લાના સીઈઓ એલન  મસ્કનું વધુ એક ટ્વિટ ચર્ચાનો વિષય બની રહ્યું છે.ખરેખર,એલન મસ્કે કોકા કોલા ખરીદવા અંગે ટ્વિટ કર્યું છે. એલન મસ્ક ટ્વિટર ખરીદ્યા બાદથી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ જોવા મળે છે. તેઓ એક પછી એક ટ્વિટ કરી રહ્યા છે.

એલન મસ્કએ કોકા-કોલા ખરીદવાની વાત કહી છે. તેણે ટ્વિટ કર્યું કે, ‘હવે હું કોકા કોલા ખરીદવા જઈ રહ્યો છું, જેથી હું તેમાં કોકીન નાખી શકું.

એલન મસ્કે તાજેતરમાં ટ્વિટર ખરીદવાની જાહેરાત કરી હતી.તેણે માઇક્રો-બ્લોગિંગ સાઇટ ખરીદવા માટે 44 બિલિયન ડોલર ખર્ચ્યા. ટ્વિટર ખરીદ્યા બાદ એલન મસ્કે કહ્યું કે, કોઈપણ લોકશાહી માટે કામ કરવા માટે વાણીની સ્વતંત્રતા ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Twitter એ એક ડિજિટલ ટાઉન સ્ક્વેર છે જ્યાં માનવતાના ભાવિની ચર્ચા થાય છે. તેને આગળ કહ્યું કે,તે ટ્વિટરને નવા ફીચર્સ સાથે વધુ સારું બનાવવા માંગે છે.તેણે ટ્વિટમાં એમ પણ લખ્યું છે કે,તે તેના અલ્ગોરિધમને ઓપન સોર્સ રાખીને વિશ્વાસ વધારવા માંગે છે.

આ પહેલા એલન મસ્કે ટ્વિટ કર્યું હતું કે, ટ્વિટર ડાયરેક્ટ મેસેજમાં સિગ્નલની જેમ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન હોવું જોઈએ.જેથી કરીને કોઈ તમારા મેસેજની જાસૂસી કે હેક ન કરી શકે