Site icon Revoi.in

દિલ્હીથી વડોદરા આવતી ઈન્ડિગોની ફ્લાઈટમાં ખામી સર્જાતા જયપુરમાં કરાયું ઈમરજન્સી લેન્ડિંગ

Social Share

દેશભરમાં સ્પાઈસ જેટની ફ્લાઈટમાં ખામી સર્જાવાની ઘણી ઘટનાઓ સામે આવી છે,જેના કારણે ફઅલાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવી પડતી હોય છે,જો કે હવે ઈન્ડિગોની ફ્લાઈટને લઈને આવી જ એક ઘટના સામે આવી છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે વિતેલા દિવસને ગુરુવારની સોંજે  દિલ્હીથી વડોદરા માટે ઉડાન ભરેલા ઈન્ડિગોના વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, ત્યાર બાદ તેનું જયપુર એરપોર્ટ ખાતે ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનાને મામલે કહેવામાં આવી રહ્યું છે કે એરક્રાફ્ટમાં કોઈ ટેકનિકલ ખામી હતી, જે બાદ સાવચેતીના ભાગરૂપે તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

ઉલ્છેલેખમનીય છે કે છેલ્લ્લાલા કેટલાક દિવસોમાં ઈન્ડીગો ફઅલાઈટ સિવાય પણ  ભારતમાં ઘણી ફ્લાઇટ્સનું ઇમરજન્સી લેન્ડિંગ થયું હોવાના અહેવાલો જોવા મળ્યા છે. આવી સ્થિતિમાં ઈન્ડિગોની આ ઘટનાથી લોકો પણ ચોંકી ગયા છે.આ સાથે જ ડીજીસીએ એ સ્પાઈસ જેટ કંપનીને નોટીસ પણ મોકલી હતી અને જવાબ આપવા પણ જણાવ્યું હતું.

સ્પાઈસજેટે સ્પષ્ટતા કરી છે કે ગુરુવારે ઘણી જગ્યાએ એરલાઈન્સના પાઈલટ બીમાર પડવાની માહિતી ખોટી ફેલાવવામાં આવી  હતી અને તમામ પાઈલટ પોતાની  ફરજ પર જ હતા એરલાઈન્સે દાવો કર્યો હતો કે તેમની વિરુદ્ધ ખોટી માહિતીઓ ફેલાવવાઈ રહી છે