બેંગ્લોરથી લખનઉ જઈ રહેલી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ,ટેકઓફની 10 મિનિટ બાદ જ સમસ્યા સર્જાઈ
દિલ્હી:બેંગ્લોરથી લખનઉ જતી AIX કનેક્ટ ફ્લાઇટનું ટેક-ઓફની 10 મિનિટ પછી શનિવારે કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.એર એશિયાના અધિકારીઓએ આ જાણકારી આપી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ફ્લાઈટ I5-2472 શનિવારે સવારે લગભગ 6.45 વાગ્યે ટેકઓફ થઈ હતી અને સવારે 9 વાગ્યે લખનઉમાં લેન્ડ થવાની હતી. જોકે, ટેક ઓફ થયાની થોડી જ મિનિટોમાં તેનું લેન્ડિંગ કરવું પડ્યું હતું.
આ ઘટનાની પુષ્ટિ કરતા, AIX કનેક્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “બેંગલુરુથી લખનઉ જતી ફ્લાઇટ i5-2472માં નાની તકનીકી સમસ્યા આવી હતી. જેના કારણે ફ્લાઈટ બેંગ્લોર પરત ફરી હતી.
“અસરગ્રસ્ત મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે,” પ્રવક્તાએ ઉમેર્યું. જ્યારે અન્ય કામગીરીને ઠીક કરવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે.