Site icon Revoi.in

બોમ્બની અફવાને પગલે અયોધ્યા એરપોર્ટ પર ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ

Social Share

જયપુરઃ જયપુરથી ઉડતી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટનું ઉત્તર પ્રદેશના અયોધ્યા એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. આ ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળી હતી. ફ્લાઈટમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. વિમાનમાં જેટલા મુસાફરો હતા, તેઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.

એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર જયપુરથી ટેકઑફ થયા બાદ પ્લેનમાં બોમ્બ હોવાનો મેસેજ મળ્યો હતો. CISFના જવાનોએ પ્લેન અયોધ્યામાં ઉતર્યા બાદ તેનો કબજો મેળવી લીધો હતો. હાલમાં પ્લેનની અંદર તપાસ ચાલી રહી છે. બોમ્બની તપાસ કરવામાં આવી રહી છે.  તમામ મુસાફરોને એરસ્ટ્રીપથી 200 મીટરના અંતરે બેસાડવામાં આવ્યા છે.

આ ફ્લાઈટમાં મુસાફરી કરતી મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને મુશ્કેલી પડી હતી. બધા ડરી ગયા. તેઓને ઘરે જવાની પણ મંજુરી આપવામાં આવી ન હતી. સત્તાધીશોને પણ કંઈ જણાવતા ન હતા. જવાનોએ પહેલા તેમને 3-3 ફૂટના અંતરે ઊભા રાખ્યા. કેટલાક લોકોની શોધખોળ પણ કરવામાં આવી હતી.  ત્યાં સર્ચ ઓપરેશન ચલાવી રહેલી ટીમ ફ્લાઈટની સંપૂર્ણ તપાસ કરી રહી છે.