દિલ્હીથી ચેન્નઈ જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ,યાત્રીઓ સુરક્ષિત
- દિલ્હીથી ચેન્નઈ જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટમાં ખામી સર્જાય
- ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ તમામ યાત્રીઓ સુરક્ષિત
દિલ્હીઃ- દેશમાં અનેક કંપનીની ફ્લાઈટમાં ટેકરનીકલ ખામી સર્જવાની ઘટના દિવસેને દિવસે જાણે વધતી જતી હોય તેવું જોવા મળી રહ્યું છે વિતેલી રાત્રે ઈન્ડિગોની ફ્લાઈટનું ઊમરજન્સિ લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી.જો કે ફ્લાઈટમાં સવાર તમામ યાત્રીઓ સુરક્ષિત છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે ઈન્ડિગોની દિલ્હી-ચેન્નઈ ફ્લાઈટ 6E-2789 એ ટેક-ઓફના એક કલાકમાં જ રાષ્ટ્રીય રાજધાનીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પરત ફરવું પડ્યું હતું કારણ કે તેનું તાત્કાલિક લેન્ડિંગ કરવું પડ્યું હતું.
આ ઘટના વિતેલા દિવસને શનિવારની છે.ઈન્ડિગોની એક ફ્લાઈટે શનિવારે એટલે કે 10 જૂને રાત્રે 9 કલાકને 40 મિનિટ આસપાસ દિલ્હી એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. લગભગ એક કલાક બાદ ફ્લાઈટનું એન્જીન ફેલ થવાને કારણે ફ્લાઈટનું દિલ્હી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયના જણાવ્યા અનુસાર, આ દરમિયાન ફ્લાઇટમાં 230 થી વધુ યાત્રીો સવાર હતા જો કે તમામ સલામત છે.
જો કે આ પ્રથમ વખત નથી કે ઈન્ડિગોની ફ્લાઈટમાં આ પ્રકારની ઘટના બની હોય આ પહેલા પણ અનેક વખત ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ પડી ચૂકી છે.અનેક વખત ટેકનિકલ ખામીની ઘટનાઓ પણ સામે આવી છે.