- કાબુલમાં આતંકી હુમલો
- બ્રિટનના પીએમ બોરિસ જોનસને બોલાવી બેઠક
- અમેરિકાના સૈનિકોએ પણ ગુમાવ્યો જીવ
- આઈએસઆઈએસએ હુમલાની જવાબદારી લીધી
નવી દિલ્હી: અફ્ઘાનિસ્તાનની રાજધાની કાબુલના એરપોર્ટ પર થયેલા હુમલાને લઈને બ્રિટનના વડાપ્રધાને ઈમરજન્સી બેઠક બોલાવી. કાબુલ એરપોર્ટની પાસે હુમલા પછી બ્રિટને એરલાઇન્સને અફઘાનિસ્તાનની ઉપર 25,000 ફુટથી નીચ ઉડાન ન ભરવાના નિર્દેશ આપ્યા છે. હાલ દુનિયાના મોટા દેશો અફ્ઘાનિસ્તાનની સ્થિતિને લઈને ચિંતામાં છે. અફ્ઘાનિસ્તાનમાં તાલિબાનના પ્રભુત્વ પછી સ્થિતિ દિવસે ને દિવસે બગડી રહી છે.
અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટના ગેટ પર જોરદાર વિસ્ફોટ થયો છે. જેમાં મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. બ્લાસ્ટ બાદ કાબુલ એરપોર્ટ પર અરાજકતા છે. તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યા બાદ ત્યાંથી મોટી સંખ્યામાં લોકો દેશ છોડીને જવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમેરિકા, બ્રિટન સહિત ઘણા દેશોએ હુમલાની ચેતવણી આપી હતી.
સ્થાનિક મીડિયા અનુસાર 60 લોકોના મોત થયા છે જયારે 140 જેટલા લોકો ઘાયલ થયા છે. આ હુમલાની જવાબદારી ISISએ લીધી છે અને કાબુલ એરપોર્ટ પર થયેલા હુમલાની ભારતે નિંદા કરી છે.
અફઘાનિસ્તાનમાં ફ્રાન્સના રાજદૂત ડેવિડ માર્ટિનનને કાબુલ એરપોર્ટની બહાર અન્ય વિસ્ફોટની આશંકા છે. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું, ‘અમારા તમામ અફઘાન મિત્રોને વિનંતી કરો કે જો તમે એરપોર્ટ ગેટ પાસે હોવ તો તરત જ નીકળી જાઓ. બીજો વિસ્ફોટ થઈ શકે છે.
તાલિબાનની ધમકી સિવાય ખુદ અમેરિકાએ આ દિવસે અફઘાનિસ્તાનને સંપૂર્ણપણે છોડી દેવાનું મન બનાવી લીધું છે. ઘણા નાટો દેશો પણ આવું કરવા જઈ રહ્યા છે, આવી સ્થિતિમાં, હવે સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થઈ રહ્યો છે કે તેમના પછી કાબુલ એરપોર્ટનું નિયંત્રણ કોની પાસે રહેશે.