Site icon Revoi.in

નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે જર્મનીની કાર કંપની ફોક્સવેગન પર 500 કરોડ રૂપિયાનો ફટકાર્યો દંડ

Social Share

જર્મન કાર નિર્માતા કંપની ફોક્સવેગનને એક મોટો આંચકો લાગ્યો છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે ફોક્સેગન પર 500 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે. એનજીટીએ નિર્દેશ આપ્યો છે કે ફોક્સવેગન દંડની આ રકમ આગામી બે માસમાં ચુકવે. એનજીટીએ ફોક્સવેગન કાર કંપની પર આ દંડ કારમાં ગેરકાયદેસર રીતે લગાવવામાં આવેલી ચીપ સેટ લગાવવા મામલે ફટકાર્યો છે.

મહત્વપૂર્ણ છે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે આના પહેલા જાન્યુઆરીમાં પણ ફોક્સવેગનને એકસો કરોડ રૂપિયા જમા કરવાનો નિર્દેશ આપ્યો હતો. એનજીટીએ આ નિર્ણય ફોક્સવેગનની કારમાંથી વાયુ પ્રદૂષણ વધવાના મામલે આપ્યો છે. આના પહેલા પણ એનજીટી ફોક્સવેગનને 100 કરોડ જમા કરાવવાનો આદેશ આપી ચુકી છે. પરંતુ કંપનીએ તેના પર કોઈ પગલું ભર્યું નથી.

ફોક્સવેગન પર આરોપ છે કે તેણે પોતાની ડીઝલ કારોમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવાના સ્થાને એક ચિપ સેટનો ઉપયોગ કર્યો છે, તેના દ્વારા પ્રદૂષણની તપાસના આંકડામાં હેરાફેરી કરી શકાય છે. કંપનીએ 2015માં પહેલીવાર એ વાત કબૂલી હતી કે તેણે 2008થી 2015ની વચ્ચે 1.11 કરોડ કારમાં ડિફિટ ડિવાઈસ લગાવ્યું હતું. મહત્વપૂર્ણ છે કે આ તમામ કાર દુનિયાભરના દેશોમાં વેચવામાં આવી છે.

આ ડિવાઈસની મદદથી લેબ ટેસ્ટ દરમિયાન કારમાંથી થનારા કાર્બન ઉત્સર્જનના આંકડામાં છેડછાડ થઈ શકે છે. આ ગોટાળા બાદ કંપનીને ઘણું નુકસાન થયું છે. જર્મનીમાં જ કંપનીને 8300 કરોડ રૂપિયાનો દંડ આપવો પડયો છે.

ભારતમાં એનજીટીને ફોક્સવેગનની કાર દ્વારા પર્યાવરણને નુકસાન પહોંચવાની વાત સામે આવવા પર તપાસ કરવામાં આવી હતી. આ તપાસ બાદ કાર કંપનીએ બજારમાંથી 3.23 લાખ કારને પાછી બોલાવીને તેમા નવું ડિવાઈશ લગાવવાની વાત કહી હતી. પરંતુ કંપનીએ આ કારોમાં એવા ડિવાઈસ ફિટ કર્યા, જે સોફ્ટવેરની મદદથી કાર્બન ઉત્સર્જનના આંકડામાં હેરાફેરી કરી શકે છે