અંબાજી, ગુજરાત સરકાર સાથેની ભાગીદારીમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ 26મી સપ્ટેમ્બરથી 29મી, સપ્ટેમ્બર, 2023 સુધી સવારે 8:00 થી બપોરના 12:00 સુધી ભાદરવી પૂનમના મહા મેળામાં અભૂતપૂર્વ વર્ચ્યુઅલ દર્શનનો અનુભવ પૂરો પાડતાં ગર્વ અનુભવે છે. ભક્તો હવે અંબાજી ખાતે ડી કે ત્રિવેદી ઓફિસની સામે કલ્ચરલ પ્રોગ્રામ એરિયા ખાતે એક પરિવર્તનશીલ આધ્યાત્મિક યાત્રામાં અંબાજી, સોમનાથ અને દ્વારકાની વર્ચ્યુઅલ મુલાકાત લઈ શકશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી એવા ભારતની કલ્પના કરે છે કે જ્યાં ટેકનોલોજી અને પરંપરા સુમેળપૂર્વક સાથે રહે, આધ્યાત્મિક અને ડિજિટલ ક્ષેત્રોને જોડે અને જ્યાં દરેક નાગરિક નવીનતાસભર અને સમાવેશક પહેલ દ્વારા આપણા મંદિરોની સમૃદ્ધ સ્થાપત્યકળા અને સાંસ્કૃતિક વારસા સુધી પહોંચી શકે.
આધ્યાત્મિક ક્રાંતિની એક ઝલક:
- ઇમર્સિવ વર્ચ્યુઅલ રિયાલિટી (વીઆર): પવિત્ર મંદિરોમાં પ્રવેશ કરો અને અત્યાધુનિક વીઆર હેડસેટ્સ દ્વારા દૈવી આભાનો અનુભવ કરો. પવિત્ર હોલમાં ચાલતા-ચાલતા ધાર્મિક વિધિઓ થતી નિહાળો અને આધ્યાત્મિક ઊર્જાનો એવો અનુભવ કરો જેવો પહેલા ક્યારેય થયો ન હતો.
- ઓગમેન્ટેડ રિયાલિટી (એઆર): ફક્ત તમારા સ્માર્ટફોન અથવા ટેબ્લેટથી ઈમેજીસ સ્કેન કરીને તમારી અંદર રહેલી આધ્યાત્મિક આંતરદ્રષ્ટિને ઉજાગર કરો. આધ્યાત્મિક વિશ્વ અને ભૌતિક વિશ્વને એકબીજા સાથે એકીકૃત રીતે ભળી જતા જુઓ.
- 360-ડિગ્રી વર્ચ્યુઅલ ટૂર: અમારા ઇમર્સિવ 360-ડિગ્રી પેનોરમા સાથે વર્ચ્યુઅલ તીર્થયાત્રાનો પ્રારંભ કરો. દરેક ખૂણેખૂણાને નિહાળો, પોતાની રીતે પ્રાર્થના કરો અને દૈવી વાતાવરણમાં એવી રીતે મગ્ન થઈ જાઓ, જાણે તમે પ્રત્યક્ષ રીતે હાજર હોવ.
આ અગ્રણી પહેલ તમામ ભક્તોની સલામતી અને સુખાકારી સુનિશ્ચિત કરતી વખતે સુલભ આધ્યાત્મિક અનુભવો પ્રદાન કરવાની અમારી પ્રતિબદ્ધતાનું ઉદાહરણ આપે છે. આ પડકારજનક સમયમાં, ટેક્નોલોજી ભક્તિ અને ભૌતિક હાજરી વચ્ચેના અંતરને દૂર કરે છે.
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તમામ ભક્તોને આ અપ્રતિમ આધ્યાત્મિક યાત્રાને અપનાવવા માટે હાર્દિક આમંત્રણ આપે છે જે સીમાઓ ઓળંગે છે અને લોકોને ભક્તિમાં રસતરબોળ કરે છે.