Site icon Revoi.in

ખરાબ સમયમાં કર્મચારીઓ એ આપ્યો હતો કંપનીનો સાથ- હવે બ્રિટનની કંપની પોતાના કર્મીઓને આપી રહી છે શાનદાર રિટર્ન ગીફ્ટ

Social Share

કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે છેલ્લા બે વર્ષથી એક વેરિઅન્ટ જાય ત્યાં સુધી બીજા નવા વેરિઅન્ટે ખોફ ફેલાવી રહ્યો છે કોરોના મહામારીમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા, જ્યારે ઘણા લોકોએ નોકરી ગુમાવી. નાના મોટા ઘણા ઉદ્યોગો પર તેની અસર પડી છે,તે જ સમયે, કેટલીક કંપનીઓ એવી હતી જે આ મુશ્કેલ સમયમાં પણ તેમના કર્મચારીઓના કારણે બચી ગઈ.

આવી જ એક કંપની બ્રિટનની છે, જેણે પોતાના કર્મચારીઓની મહેનતના કારણે આ મુશ્કેલ સમયમાં પણ માર્કેટમાં પોતાની જાતને જાળવી રાખી છે. આવી સ્થિતિમાં હવે કંપનીએ પણ કર્મચારીઓ માટે મોટી ભેટ આપવાની જાહેરાત કરી છે. હવે કંપની વતી કર્મચારીઓ રજાઓનો આનંદ ગીફ્ટ તરીકે આપશે,, તમને જાણીને નવાઈ લાગશે કે કંપનીએ આ માટે કરોડો રૂપિયા પણ ખર્ચ્યા છે.

યોક રિક્રુટમેન્ટ નામની બ્રિટનની ભરતી એજન્સીએ તેના કર્મચારીઓ માટે એક મહાન પેકેજની જાહેરાત કરી છે. આ પેકેજમાં કર્મચારીઓને ફ્રી લક્ઝરી વેકેશન ટ્રીપ મળશે. કંપનીએ જાહેરાત કરી છે કે તે તેના તમામ કર્મચારીઓને વેકેશન પર સ્પેનના કેનેરી ટાપુઓ પર મોકલશે. કર્મચારીઓને તેમના 2021ના કાર્ય પ્રદર્શનને ધ્યાનમાં રાખીને આ અદ્ભુત ભેટ મળી છે,

આ કંપનીના 55 કર્મચારીઓ સ્પેનના કેનેરીમાં 4 દિવસની રજાઓ ગાળશે. આવી સ્થિતિમાં કંપની રહેવા, ખાવા, મુસાફરીનો તમામ ખર્ચ ઉઠાવશે. કંપની ઈચ્છે છે કે આવી ઓફર આપીને તે કાર્ડિફ સ્થિત કંપનીઓમાં જોડાઈ શકે.

કંપની આમ કરીને પોતાના કર્મચારીઓનો આભાર માનવા માંગે છે. કંપનીના મતે, તેઓએ એક વર્ક કલ્ચર બનાવવું પડશે જ્યાં દરેકને કોઈપણ ભેદભાવ વિના પ્રગતિ કરવાની તક મળે.એક મીડિયા રિપોર્ટ અનુસાર, કંપની આ વેકેશન માટે 4 દિવસમાં 100,000 પાઉન્ડ એટલે કે 1 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરી રહી છે.