નવી દિલ્હીઃ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને આ વર્ષે ઓગસ્ટમાં 9 લાખ 30 હજાર નવા સભ્યો નોંધ્યા છે. તેમાંથી 2 લાખ 53 હજાર મહિલાઓ છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે જણાવ્યું છે કે સંગઠને આ મહિને કુલ 18 લાખ 53 હજાર સભ્યોની નોંધણી કરી છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે નવી સદસ્યતામાં વધારો એ રોજગારીની તકોમાં વધારો, કર્મચારીઓને ઉપલબ્ધ લાભો વિશે જાગૃતિ અને સંસ્થાના સફળ આઉટરીચ કાર્યક્રમોને આભારી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે ગયા વર્ષના ઓગસ્ટની સરખામણીમાં આ વર્ષે ઓગસ્ટમાં સંસ્થાના સભ્યોની સંખ્યામાં નવ ટકાનો વધારો થયો છે, જે દર્શાવે છે કે રોજગારીની તકો વધી રહી છે.