અમદાવાદઃ રાજ્યમાં સાતમ-આઠમના પર્વનું અનેરૂ મહાત્મય છે. જેમાં સૌરાષ્ટ્રમાં તો સાતમ-આઠમનો દિવાળી જેવો જ માહોલ જોવા મળતો હોય છે. ગામેગામ લોકમંળાઓ ભરાતા હોય છે, જોકે આ વર્ષે લોકમેળાઓને મંજુરી આપવામાં આવી નથી. બહારગામ નોકરી કે ધંધો કરનારા મોટાભાગના લોકો સાતમ-આઠમના પર્વની રજાઓમાં પોતાના વતન જતા હોય છે. આજથી ત્રણ દિવસનું સરકારી કચેરીઓમાં મિની–વેકેશન છે, સાતમ આઠમ ના તહેવારોને ધ્યાનમાં રાખીને ત્રણ દિવસની ઉજવણી કરવા પાટનગરના રહેવાસીઓએ પોતાના વતન સૌરાષ્ટ્ર્ર તરફ દોડ લગાવી છે ગઈકાલ સાંજથી જ સૌરાષ્ટ્ર્ર તરફ જતી તમામ બસમાં વિશેષ ભીડ જોવા મળી હતી.
સાતમ–આઠમના તહેવારો દરમિયાન ત્રણ રજાનો મેળ પડતો હોવાથી મોટાભાગના કર્મચારીઓ પરિવાર સાથે વતન જવા પડી ગયા છે. સરકારી કચેરીઓમાં પણ આજથી ત્રણ દિવસનું વેકેશન પડ્યુ છે આઠમને સોમવાર ચોથો શનિવાર અને રવિવારની રજાનો મેળ થતા શુક્રવાર સાંજથી જ લોકો ઘર બધં કરી રવાના થયા હતા. શુક્રવારે સરકારી કચેરીઓમાં બપોર બાદ પાંખી હાજરી જોવા મળી હતી.
ત્રણ દિવસના મિની વેકેશનને લઈ લઈ રાજ્ય સરકારના કેટલાક કર્મચારીઓ કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી, ચોટીલા, પાવાગઢ, તેમજ માઉન્ટ આબુ, ઉદેપુર, શ્રીનાથજી, દીવ વગેરે સ્થળોએ પરિવાર સાથે પડી ગયા છે. ગત વર્ષે કોરોનાની મહામારીના કારણે લોકોએ ફરજિયાત ઘરમાં પુરાઈ રહેવું પડે તેવા સંજોગો હતા આ વખતે છુટછાટ મળવાના કારણે પરિવાર સાથે પર્યટન સ્થળોએ ફરવાની મજા લઈ રહ્યા છે.