નવી દિલ્હીઃ અમેરિકા અને રશિયા એક-બીજાથી વિરોધ છે. જેથી કોઈ દેશ રશિયા સાથે હોય તો અમેરિકા તેનાથી અંતર બનાવે છે. બીજી તરફ રશિયા પણ અમેરિકાના મિત્રોથી દૂર રહે છે. પરંતુ ભારત બંને દેશો સાથે સંબંધ સાચવવામાં સફળ રહ્યું છે.રશિયાનું કહેવું છે કે, તે ભારત માટે પાકિસ્તાનની કુર્બાની આપવા તૈયાર છે. બીજી તરફ અમેરિકાનું કહેવું છે કે, રશિયા પાસેથી ભારત ઓછી કિંમતમાં ઓઈલ ખરીદે તેમાં અમને કોઈ વાંધો નથી. અમેરિકાના યુરોપીય અને યુરેશિયાઈ મામલાના અતિરિક સચિવ કૈરેન ડોનફ્રાઈડએ કહ્યું કે, ભારત રશિયા પાસેથી ઓઈલ ખરીદે તેમાં અમેરિકાનો વાંધો નથી. અમે આ મુદ્દે નવી દિલ્હી ઉપર કોઈ પ્રતિબંધ મુકવાના પક્ષમાં નથી.
તેમણે કહ્યું કે ભારત સાથેના આપણા સંબંધો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે યુક્રેનના લોકોને ભારતની માનવતાવાદી સહાયતાની પણ પ્રશંસા કરી અને રશિયાને યુક્રેન સાથેના યુદ્ધને તાત્કાલિક સમાપ્ત કરવા વિનંતી કરી. અમેરિકી અધિકારીએ કહ્યું કે, આ સદીના અંત સુધીમાં રશિયાના તેલ અને ગેસનો ભંડાર અડધો થઈ જશે. અમે માનતા નથી કે પ્રતિબંધોની નીતિને સાર્વત્રિક રીતે પ્રશંસા કરવામાં આવશે. અમે ભારતના પગલાથી સંતુષ્ટ છીએ. રશિયાના બજેટના પતનનું પરિણામ આપણે પહેલાથી જ જોયું છે. તેમણે વધુમાં કહ્યું કે અમે વડા પ્રધાન મોદીના મત સાથે સહમત છીએ કે આજે યુદ્ધનો સમય નથી.
દરમિયાન રશિયાનું કહેવું છે કે, અમે ભારત સાથેના સંબંધો ખાતર પાકિસ્તાનનું બલિદાન આપવા તૈયાર છીએ. ભારતમાં રશિયાના રાજદૂત ડેનિસ અલીપોવે કહ્યું કે, વ્લાદિમીર પુતિનની સરકારે ભારત સાથેના સંબંધોને અકબંધ રાખવા માટે પાકિસ્તાન સાથેના સંરક્ષણ સંબંધોને તોડી નાખ્યા છે. તેમણે કહ્યું કે રશિયા ક્યારેય ભારતને નુકસાન પહોંચાડવાનું કામ નહીં કરે. રશિયાના પ્રધાન સર્ગેઈ લવરોવે અગાઉ કહ્યું હતું કે અમારો દેશ રશિયા સાથે સૈન્ય સંબંધો જાળવી રાખશે. 30 જાન્યુઆરીએ પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો રશિયાના પ્રવાસે ગયા હતા. જો કે રશિયાએ પાકિસ્તાનને સસ્તું તેલ આપવાની ના પાડી દીધી છે. આ સિવાય અત્યાર સુધી કોઈ મોટી ડિફેન્સ ડીલ થઈ નથી.