- સુરક્ષા દળો અને KIA આતંકીઓ વચ્ચે થઇ અથડામણ
- અથડામણમાં એક વ્યક્તિ ઘાયલ
- મણિપુરના ચુરાચાંદપુર જિલ્લામાં બની ઘટના
- એન્કાઉન્ટર હજુ પણ શરુ
ઇમ્ફાલ : મ્યાનમારની સરહદે મણિપુરના ચુરાચાંદપુર જિલ્લામાં સુરક્ષા દળો અને કુકી ઈન્ડિપેન્ડન્ટ આર્મી (KIA)ના શંકાસ્પદ ઉગ્રવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં એક વ્યક્તિ ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, મ્યાનમારની સરહદે મણિપુરના ચુરાચાંદપુર જિલ્લામાં સુરક્ષા દળો અને કુકી ઈન્ડિપેન્ડન્ટ આર્મી (KIA)ના શંકાસ્પદ ઉગ્રવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. એક વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે,હેંગલેપ સબ-ડિવિઝનના સોંગફુ ગામ પાસે થયેલા ગોળીબારમાં કોલચુંગનો એક નાગરિક ઘાયલ થયો હતો.
પોલીસ અધિકારીએ કહ્યું કે સુરક્ષા દળોએ ઘટનાસ્થળેથી ચાર બંદૂકો જપ્ત કરી છે અને આગળની કાર્યવાહી માટે વધારાના દળો મોકલવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે એન્કાઉન્ટર હજુ ચાલુ છે.
ઉલ્લેખનીય છે કે,આતંકીઓ દ્વારા હમેશા શાંતિ ભંગ કરવાના સતત પ્રયત્ન કરવામાં આવતા હોય છે.ત્યારે રવિવારના રોજ આતંકીઓએ દહેશત ફેલાવાનો પ્રયત્ન કર્યો હતો જેમાં સેના અને આતંકીઓ આમને-સામને આવી ગયા હતા.
.