જમ્મુ-કાશ્મીરના હંદવાડામાં એન્કાઉન્ટર, આતંકી સંગઠનનો ટોપ કમાન્ડર હિઝબુલ મુજાહિદ્દીન ઢેર
- જમ્મુ-કાશ્મીરના હંદવાડામાં એન્કાઉન્ટર
- સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ
- આતંકી સંગઠનો ટોપ કમાન્ડર અથડામણમાં ઢેર
શ્રીનગર : ઉત્તર કાશ્મીરના હંદવાડામાં ક્રાલગુંડના પાઝીપોરા-રેનાન વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું છે. આ અથડામણમાં આંતકી સંગઠનનો ટોપ કમાન્ડર હિઝબુલ મુજાહિદ્દીન માર્યો ગયો છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું છે કે આર્મીની 32RR અને CRPF ની 92 BN ની સંયુક્ત ટીમ આ વિસ્તારમાં સંયુક્ત કાર્યવાહી કરી રહી છે. આ વિસ્તારમાં આતંકવાદીઓને છુપાવવાની સંભાવનાને કારણે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
આઇજીપી કાશ્મીરના જણાવ્યા મુજબ, આ એન્કાઉન્ટરમાં હિઝબુલ મુજાહિદ્દીનના સૌથી જૂના અને ટોચના કમાન્ડરોમાંનો એક મેહરાજુદ્દીન હલવાઈ ઉર્ફે ઉબેને ઢેર કરવામાં આવ્યો છે. તે અનેક આતંકી ઘટનાઓમાં સામેલ રહેલો છે.જોકે સુરક્ષા દળો માટે આ એક મોટી સફળતા છે.