Site icon Revoi.in

જમ્મુ કાશ્મીરના પુલવામાં એન્કાઉન્ટર -અલબદર સંગઠનના બે આતંકીઓ ઢેર,એક જવાન ઘાયલ

Social Share

શ્રીનગર- દેશના પ્રદજેશ જમ્મુ કાશ્મીર પર સતત આતંકીો હુમલાોની ઘટનાઓ બનતી રહેતી હોય છે આવી સ્થિતિમાં ફરી એક વખત આતંકીઓએ જમ્મુ કાશ્મીરના પુલવામાં શઆંતિ હનન કરવાનો પ્રત્યન કર્યો છે જો કે સેનાએ આતંકીઓની નાપાક હરકતને નાકામ બનાવી છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર કર્યા છે. બંને અલ બદર આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા હતા. જમ્મુ-કાશ્મીર પોલીસના આઈજીપી વિજય કુમારના જણાવ્યા મુજબ માર્યા ગયેલા બંને આતંકવાદીઓ કાશ્મીરી છે અને બંનેની ઓળખ થઈ ગઈ છે. એક આતંકીનું નામ એજાઝ હાફિઝ છે જ્યારે બીજાનું નામ શાહિદ ઐયુબ છે.

ત્યાર બાદ સેના દ્રારા સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો અને પહેલા સ્થાનિક લોકોને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા ત્યાર બાદ આતંકીઓની શઓધ શરુ કરાઈ. આ પછી સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે સામસામે ગોળીબાર થયો હતો, જેમાં સુરક્ષાદળોનો એક જવાન પણ ઘાયલ થયો હતો.

વધુ માહિતી પ્રમાણે આ બંને આતંકીો  પાસેથી એક-એક 47 રાઈફલ મળી આવી છે. માર્યા ગયેલા બંને આતંકવાદીઓ ભૂતકાળમાં બિન-કાશ્મીરીઓ પર હુમલામાં સામેલ હતા. ઉલ્લેખનીય છે કે ગઈકાલથી આ એન્કાઉન્ટર ચાલી રહ્યું હતું. સુરક્ષા દળોએ પુલવામાના મિત્રગામ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની બાતમી મળ્યા બાદ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.જેમાં તેઓને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે.