- જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મળી સફળતા
- શોપિયામાં થયેલ એન્કાઉન્ટરમાં એક આતંકી ઢેર
- સર્ચ ઓપરેશન શરૂ
શ્રીનગર:દક્ષિણ કાશ્મીરના શોપિયાંના તુર્કુવાંગમ ગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલી અથડામણમાં એક અજાણ્યો આતંકવાદી માર્યો ગયો હોવાના અહેવાલ છે.જમ્મુ-કાશ્મીર પોલીસે આ અંગે જાણકારી આપી છે.
જમ્મુ અને કાશ્મીર પોલીસ, આર્મી અને સીઆરપીએફની સંયુક્ત ટીમે વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી વિશે ચોક્કસ ઇનપુટ્સ પર ગામને ઘેરી લીધું હતું.જ્યારે સુરક્ષા દળોએ શંકાસ્પદ વિસ્તારમાં શોધખોળ તેજ કરી ત્યારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી.આ મામલે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
નોંધનીય છે કે,આ પહેલા શ્રીનગરમાં મંગળવારે રાત્રે સુરક્ષાદળોને મોટી સફળતા મળી હતી.શ્રીનગરના રૈનાવારી વિસ્તારમાં મોડી રાત્રે થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના બે આતંકીઓને ઠાર માર્યા હતા.પોલીસને માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી હથિયારો, દારૂગોળો અને અન્ય વાંધાજનક વસ્તુઓ મળી આવી હતી.