નૂહઃ- હરિયાણાના નૂહમાં હિંસા ફાટી નીકળી હતી જ્યારે ઘાર્મિક સરઘસ દરમિયાન પત્થરમારાની ઘટના બની ત્યાર બાદ તે હિંસા આજુબાજુના જીલ્લાઓમાં પણ જોવા મળી હતી જો કે આ મામલે તાત્કાલિક કાર્.વાહી પણ શરુ કરવામાં આવી હતી જેમાં કેટલાક આરોપીઓ પણ ઝડપાયા હતા ત્યારે હવે આ હિંસા સાથે જોડાયેલા આરોપીઓને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે.
આ પહેલા પોલીસ દ્રાર હિંસા પર કાબૂ મેળવવા ઈન્ટરનેટ સેવાઓ પણ બંઘ કરવામાં આવી હતી 9 જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી હતી અને નૂહમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. આ સાથે, એકલા નૂહમાં અત્યાર સુધીમાં 57 એફઆઈઆર નોંધવામાં આવી છે, જેમાં 188 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે આજરોજ સતત કાર્ય.વાહી દરમિયાન ક્રાઈમ બ્રાન્ચ તાવડુને ગુરુવારે મોટી સફળતા મળી છે. નૂહ હિંસાના બે આરોપીઓનું પોલીસ દ્વારા એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. એન્કાઉન્ટર દરમિયાન એક આરોપીને ગોળી વાગી હતી. ઘાયલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
વઘુ વિગત પ્રમાણે ઇન્સ્પેક્ટર સંદિર મોરના નેતૃત્વમાં રચાયેલી ટીમે નૂહ હિંસા કેસમાં સંડોવાયેલા આરોપી મુનફેડ નિવાસી ગવારકાની સાથે સહ-આરોપી સૈકુલ નિવાસી ગવારકાની પોલીસ એન્કાઉન્ટર બાદ ધરપકડ કરી લીધી છે.