- જમ્મુ કાશ્મીરના અનંત નાગમાં સેનાને મળી સફળતા
- એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર મરાયો
શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર કે જ્યાં સતત આતંકીઓ પોતાની નાપાક હરકતને અંજામ આપવાના પ્રયત્નમાં લાગેલા હોય છે તેઓ અહીની શાંતિ ભંગ કરવા માટે કોઈ કસર નથી છોડતા જો કે સેનાના જવાનો ખડેપગે રહીને દેશની સુરક્ષા કરે છે ત્યારે ફરી એક વખત અનંતનાગમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ સર્જાય છે. ત્યારે હવે કાશ્મીરના અનંતનાગ જિલ્લાના તંગપાવા વિસ્તારમાં વિતેલી રાત્રે સેના અને આતંકિ આમનેસામને હતા, રાત્રે શરૂ થયેલા એન્કાઉન્ટરમાં બે આતંકવાદી ઠાર મરાયા છે.
જો કે હાલ પણ હજી બે આતંકવાદીઓ ઘેરાયેલા હોવાની આશંકા છે. કાશ્મીર ઝોન પોલીસે ટ્વીટ કરીને જાણકારી આપી છે અને કહ્યું છે કેર્યું તંગપાવામાં એન્કાઉન્ટર શરૂ થઈ ગયું છે. પોલીસ અને સુરક્ષા દળો સતત સર્ચ ઓપરેશન કરી રહ્યા છે અને આતંકીઓને શોધખોળ શરુ જ છે.આ પહેલા પોલીસને આતંકવાદીઓ સંતાયા હોવાની બાતમી મળી હતી જેના આધારે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
આ દરમિયાન ઘેરાબંધી કડક થતાં જ સંતાયેલા આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો.સેનાએ આત્મસમર્પણ કરવાની તક આપી પરંતુ તેઓ માન્યા નહી ત્યાર બાદ સેના તરફથી જવાબી કાર્યવાહી કરવામાં આવી.સુરક્ષા દળોએ વિસ્તારના તમામ પ્રવેશ અને બહાર નીકળવાના સ્થળોને સીલ કરી દીધા છે.