- અનંતનાગ અને કુલગામમાં એન્કાઉન્ટર
- બંને જગ્યાએ આતંકીઓ ઘેરાયેલા
- કેટલાક વિસ્તારોમાં ઈન્ટરનેટ બંધ
શ્રીનગર:જમ્મુ-કાશ્મીર સંવેદનશીલ વિસ્તાર છે.જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ અવાર નવાર પોતાના નાપાક ઈરાદાઓને અંજામ આપવાના સતત પ્રયત્ન કરે છે, આ સાથે જ સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થવાની અનેક ઘટના પણ સામે આવે છે. ત્યાં ફરી એકવાર જમ્મુ-કાશ્મીરના અનંતનાગ અને કુલગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઇ ગઈ છે.
અનંતનાગમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે. અહેવાલ અનુસાર, પોલીસ અને સુરક્ષા દળોએ મોરચો સંભાળ્યો છે. કાશ્મીર પોલીસે માહિતી આપી છે કે,સાવચેતીના પગલા તરીકે અનંતનાગના કેટલાક ભાગોમાં ઇન્ટરનેટ બંધ કરવામાં આવ્યું છે.
કુલગામમાં પણ આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે,આ એન્કાઉન્ટર કુલગામના ડીએચપોરા વિસ્તારમાં થઈ રહ્યું છે.
મળતી માહિતી મુજબ,અનંતનાગમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં લશ્કરના આતંકી ફસાયા છે જ્યારે કુલગામમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં જૈશના આતંકીઓ ઘેરાયેલા હોવાના અહેવાલ છે.