Site icon Revoi.in

દુશ્મનોની હવે ખેર નથીઃ એર ડિફેન્સ સિસ્ટમ S-400નું પહેલું યુનિટ પંજાબમાં તૈનાત

Social Share

 

ચંદીગઢઃ- છેલ્લા ઘણા સમયથી ચીન અને પાકિસ્તાન સાથે દેશનો માહોલ તણાવપૂર્ણ રહ્યો છે,ત્યારે હવે દેશની દરેક સીમા પર સુરક્ષામાં વધારો કરવાની પહેલ કરવામાં આવી રહી  જે હેઠળ S-400 એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમનું પ્રથમ યુનિટ  પંજાબમાં તૈનાત કરવામાં આવી ચૂક્યું છે.

આ સિસ્ટમ જે ચીન અને પાકિસ્તાનના કોઈપણ હુમલાને અટકાવવાની ક્ષમતા ધરાવે છે. રશિયા પાસેથી ખરીદવામાં આવેલી આ અત્યાધુનિક એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ પંજાબમાં પાંચ એરફોર્સ બેઝમાંથી એક પર તૈનાત કરવામાં આવી છે. આ મિલિટરી બેઝ પાકિસ્તાન બોર્ડરની સૌથી નજીક સ્થાયિ છે જેને લઈને હવે દુશ્મન દેશોની ખેર નહી રહે.

ભારતીય વાયુસેનાના અધિકારીઓ અને કર્મચારીઓએ S-400 મિસાઇલ સિસ્ટમના સંચાલન માટે વિશેષ તાલીમ પણ પહેલાથી જ પ્રાપ્ત કરી લીધી છે. હવાઈ ​​સંરક્ષણ પ્રણાલી ભારતને દક્ષિણ એશિયાના આકાશમાં તાકાતમાં વધારો કરશે ,S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ચાર અલગ-અલગ મિસાઇલોથી સજ્જ છે જે દુશ્મનના એરક્રાફ્ટ, બેલિસ્ટિક મિસાઇલ અને AWAS એરક્રાફ્ટને 400 કિમી, 250 કિમી, મિડિયમ રેન્જ 120 કિમી અને શોર્ટ રેન્જ 40 કિમીમાં નિશાન બનાવાની ક્ષમતા ધરાવે  છે.

આ મિસાઈલ સિસ્ટમની તૈનાતી સાથે સંરક્ષણ ક્ષમતામાં મોટો વધારો થયો છે. S-400 મિસાઈલ સિસ્ટમ 400 કિમી દૂરથી કોઈપણ હુમલાને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. તે વિશ્વની સૌથી અદ્યતન સિસ્ટમોમાંની એક સિસ્ટમ છે. S-400ના પ્રથમ યુનિટની ડિલિવરી નવેમ્બરમાં શરૂ થઈ હતી. આ ડિફેન્સ ડીલ પાંચ બિલિયન ડોલરથી પણ વધુમાં કરવામાં આવી છે.