1. Home
  2. ગુજરાતી
  3. સમુદ્રમાં થરથર કાપશે દુશ્મન, નૌસેનાના બેડામાં સામેલ થઈ રહ્યા છે સીહૉક હેલિકોપ્ટર
સમુદ્રમાં થરથર કાપશે દુશ્મન, નૌસેનાના બેડામાં સામેલ થઈ રહ્યા છે સીહૉક હેલિકોપ્ટર

સમુદ્રમાં થરથર કાપશે દુશ્મન, નૌસેનાના બેડામાં સામેલ થઈ રહ્યા છે સીહૉક હેલિકોપ્ટર

0
Social Share

નવી દિલ્હી: ભારતીય નૌસેના બુધવારે કોચ્ચિમાં એમએચ 60આર સીહોક હેલિકોપ્ટરોને પોતાના બેડામાં સામેલ કરશે. નૌસેનાએ કહ્યું છે કે આ ભારતના સુરક્ષા આધુનિકીકરણના માર્ગમાં એક મહત્વપૂર્ણ ક્ષણ હશે. આઈએનએએસ 334 સ્ક્વાર્ડનમાં આ હેલિકોપ્ટરોને સામેલ કરવામાં આવશે, જેનાથી હિંદ મહાસાગર ક્ષેત્રમાં નૌસેનાના સંચાલનની ક્ષમતામાં ઘણી વૃદ્ધિ થવાની આશા છે. અમેરિકા નિર્મિત એમએચ-60-આર, બ્લેકહોક હેલિકોપ્ટરનું એક સમુદ્રી વેરિએન્ટ છે. હેલિકોપ્ટરને સબમરીન વિરોધી યુદ્ધ, બચાવ અને ચિકિત્સા નિકાસી સહીતના અન્ય અભિયાનો માટે તૈયાર કરામાં આવ્યા છે.

નૌસેનાએ રવિવારે કહ્યું છે કે ઉન્નત હથિયાર, સેન્સર અને એવિયોનિક્સ સિસ્ટમ સીહોકના ભારતીય નૌસેનાની સમુદ્રી સુરક્ષા જરૂરિયાતો માટે પરફેક્ટ બનાવે છે. સીહોક સ્ક્વાર્ડનને આઈએનએએસ 334 તરીકે ઈન્ડિયન નેવીમાં સામેલ કરવામાં આવશે. ભારતે વિદેશી સૈન્ય વેચાણના માળખા હેઠળ ફેબ્રુઆરી-2020માં 24-એમએચ 60-આર ખરીદવા માટે અમેરિકાની સાથે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. નૌસેનાએ કહ્યું છે કે હિંદ મહાસાગર ક્ષેત્રમાં સીહોકની તહેનાતી ભારતીય નૌસેનાની સમુદ્રી હાજરીને મજબૂત કરશે. તેની સાથે જ સંભવિત ખતરાઓને દૂર કરશે અને રણનીતિક રીતે મહત્વપૂર્ણ ક્ષેત્રમાં સુરક્ષિત માહોલ સુનિશ્ચિત કરશે.

બીજી તરફ નૌસેનાના સામરિક સ્વરૂપથી મહત્વપૂર્ણ લક્ષદ્વીપમાં સુરક્ષા સંબંધિત માળખાને આગળ વધારવા માટે નેવી ડિટેચમેન્ટ મિનિકોયને આઈએનએસ જટાયુ તરીકે તહેનાત કરશે. નૌસેના પ્રમુખ એડમિરલ આર. હરિકુમારની હાજરીમાં તે તહેનાતી 6 માર્ચે કરવામાં આવશે. નૌસેના ડિટેચમેન્ટ મિનિકોયની સ્થાપના 1980ના દશકની શરૂઆતમાં નૌસેના ઓફિસર ઈન ચીફ- લક્ષદ્વીપના સંચાલનની કમાન હેઠળ આપવામાં આવી છે.

મિનિકોય, લક્ષદ્વીપનો સૌથી દક્ષિણી ટાપુ છે, જે મહત્વપૂર્ણ સમુદ્રી સંચાર લાઈનો સુધી ફેલાયેલા છે. જરૂરી માળખાગત સુવિધા અને સંસાધનો સાથે સ્વતંત્ર નૌસેના એકમની સ્થાપનાથી ટાપુઓમાં નૌસેનાની સમગ્ર સંચાલન ક્ષમતામાં વધારો થશે. આ બેઝ સંચાલન પહોંચને વધારશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code