Site icon Revoi.in

BPSLની વિરુદ્ધ ઈડીની મોટી કાર્યવાહી, 4025 કરોડ રૂપિયાની મિલ્કતો જપ્ત

Social Share

ઈડીએ પંજાબ નેશનલ બેંકના ફ્રોડ મામલામાં ભૂષણ પાવર એન્ડ સ્ટીલ લિમિટેડ (BPSL)ની વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. ઈડીએ ભૂષણ પાવર એન્ડ સ્ટીલ લિમિટેડના લગભગ 4025.23 કરોડ રૂપિયાની સ્થાવર (immovable) મિલ્કતોને જપ્ત કરી લીધી છે.

આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ (PMLA) હેઠળ કરવામાં આવી છે. આના પહેલા પીએનબીએ આ ફ્રોડની ફરિયાદ આરબીઆઈને કરી હતી. પીએનબીએ પોતાની ફરિયાદમાં કહ્યુ હતુ કે ફોરેન્સિક ઓડિટમાં સામે આવ્યું છે કે બીપીએસએલે કર્જદાતા બેંકોના સમૂહમાંથી ફંડ એકઠું કરવા માટે દસ્તાવેજો અને ખાતામાં હેરફેર કરી છે.

બેંકોએ આની માહિતી આરબીઆઈ સાથે શેર માર્કેટને પણ આપી દીધી હતી. મહત્વપૂર્ણ છે કે ભૂષણ સ્ટીલની વિરુદ્ધ પીએનબીએ નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલ (એનસીએલટી)માં અરજી દાખલ કરી હતી. તેના પછી એનસીએલટીએ કંપનીના નાદારીપણાને લગતી પ્રક્રિયા શરૂ કરી હતી.

સપ્ટેમ્બરમાં જ કંપનીને ખરીદવા માટે જેએસડબ્લ્યૂ સ્ટીલના પ્રસ્તાવને જસ્ટિસ એમ. એમ. કુમારની અધ્યક્ષતાવાળી બે સદસ્યની મુખ્ય ખંડપીઠે મંજૂરી આપી દીધી હતી. જેએસડબ્લ્યૂએ બીપીસીએલને ખરીદવા માટે 19700 કરોડ રૂપિયાનો પ્રસ્તાવ આપ્યો હતો.