આ મહાન વ્યક્તિની યાદમાં 15મી સપ્ટેમ્બરના રોજ ઉજવાય છે એન્જિનિયર્સ ડે
અવાર-નવાર વિવિધ ડેની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસોનું ઈતિહાસમાં ખાસ મહત્વ હોય છે. આજે એન્જિનીયર્સ ડે એટલે કે અભિયંતા દિવસ છે, જે દર વર્ષે ભારતમાં 15મી સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે. ભારતના મહાન અભિયંતા અને ભારત રત્ન મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયાનો આજે જન્મ દિવસ છે, તેઓ ભારતના મહાન એન્જિનિયરો પૈકીના એક છે. જેમણે દેશમાં અનેક ડેમ અને પુલોનું નિર્માણ કર્યું હતું. તેમના આ યોગદાનને દેશ અને દેશવાસીઓ ક્યારેય નહીં ભૂલે. એટલું જ નહીં તેમના પ્રયાસોથી જ દેશમાં પાણી જેવી ગંભીર સમસ્યા પણ દૂર થઈ છે. આજના આ એન્જિનિયર્સ ડેનો ઈતિહાસ અને મહત્વ જાણીએ..
મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયાનો જન્મ મૈસૂરના કોલાર જિલ્લામાં 15મી સ્પટેમ્બર 1860ના રોજ થયો હતો. તેમના યોગદાનને ધ્યાનમાં રાખીને 1968માં તેમની જન્મજ્યંતિ પર એન્જિનિયર્સ ડેની ઉજવણીનો સરકારે નિર્ણય કર્યો હતો. જે બાદ દર 15મી સપ્ટેમ્બરના રોજ સમગ્ર દેશમાં એન્જિનિયર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે.
આ વસ્તુઓનું કર્યું નિર્માણ
- કૃષ્ણરાજ સાગર ડેમ (મૈસૂર)
- ખડકવાસલા જળાશયમાં ડેમ (પૂણે)
- તિરંગા ડેમ (ગ્વાલિયર)
- હૈદરાબાદ સિટીને બનાવવાનો પૂરો શ્રેય પણ તેમને જાય છે (અહીં જ તેમણે એક પૂર સુરક્ષાને લઈને પ્રણાલી તૈયાર કરી હતી
- સમુદ્ર કટાવમાં વિશાખાપટ્ટનમ બંદરની સુરક્ષાને લઈને પ્રણાલી વિકસિત કરવામાં મહત્વની ભૂમિકા
તેમને મૈસૂર સ્ટેટના પિતા કહેવાય છે
ડો. મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયાને મોર્ડન મૈસૂર સ્ટેટના પિતા પણ કહેવામાં આવે છે. મૈસૂર સરકારની સાથે મળીને તેમણે અનેક શૈક્ષણિક સંસ્થાઓ અને ફેકટરીઓની સ્થાપના કરી છે.
મૈસૂરમાં કરેલા કાર્યો
- સ્ટેટ બેંક ઓફ મૈસૂર
- મૈસૂર સાબુ ફેકટરી
- મૈસૂર આયરન એન્ડ સ્ટીલ ફેકટરી
- મૈસૂર ચેમ્બર્સ ઓફ કોમર્સ
- વિશ્વેશ્વરૈયા કોલેજ ઓફ એન્જિનિયરિંગ