ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર ક્રિકેટર મોઇન અલીએ ટેસ્ટ ક્રિકેટને કહ્યું અલવિદા,પોતાની નિવૃત્તિનો લીધો નિર્ણય
- બેટ્સમેન અને ઓલરાઉન્ડર મોઈન અલી રિટાયર્ડ
- ટેસ્ટ ક્રિકેટને કહ્યું અલવિદા
- ઈંગ્લેન્ડ ક્રિકેટમાં આપ્યું મહત્વનું યોગદાન
મુંબઈ: ઈંગ્લેન્ડના ક્રિકેટર અને ઓલરાઉન્ડર મોઈન અલીએ ક્રિકેટમાંથી નિવૃતિ લેવાનો નિર્ણય લીધો છે અને ક્રિકેટને અલવિદા કહ્યું છે. મોઇન આ અંગેની જાહેરાત તે આજે સોમવારે કરનાર છે. મોઈને ગયા અઠવાડિયે ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમના કેપ્ટન જો રૂટ, કોચ ક્રિસ સિલ્વરવુડ અને પસંદગીકારોને તેના નિર્ણયની જાણ કરી હતી. મોઈને સફેદ બોલ ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવાના ઈરાદાથી આ નિર્ણય કર્યો છે.
મોઈન અલી અત્યારે IPLમાં યલો જર્સી ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે દરેક મેચની મજા લૂંટી રહ્યો છે. પરંતુ, આ દરમ્યાન તેણે એક મોટુ એકશન લીધુ છે. આ એકશન તેના દેશના હિતના નિર્ણય સાથે સંબંધિત છે. મોઈને ટેસ્ટ ક્રિકેટ છોડવાનો નિર્ણય કર્યો છે. તે હવે ક્રિકેટના લાંબા ફોર્મેટમાં ઈંગ્લેન્ડ તરફથી રમતા જોવા મળશે નહીં. તેણે લાલ બોલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનું મન બનાવી લીધું છે.
જો વાત કરવામાં આવે મોઈન અલીને ટેસ્ટ ક્રિકેટ કેરિયરની તો ઈંગ્લેન્ડ માટે 64 ટેસ્ટ રમનાર 34 વર્ષીય મોઈન અલીએ, ક્રિકેટના લાંબા ફોર્મેટમાં તેના પ્રદર્શનને ધ્યાનમાં લીધા બાદ આ નિર્ણય લીધો છે. તે સતત ટેસ્ટ ટીમમાં અંદર અને બહાર થતો રહ્યો છે. 2014માં શ્રીલંકા સામે ડેબ્યુ કરનાર મોઈને ઇંગ્લેન્ડ માટે 111 ઇનિંગ્સમાં 28.29 ની સરેરાશથી 2914 રન બનાવ્યા છે, જેમાં 5 સદી અને 14 અડધી સદી સામેલ છે. આ સિવાય તેણે 36.66 ની સરેરાશથી કુલ 195 વિકેટ પણ લીધી છે.