દિલ્હીઃ ચેન્નાઈમાં રમાયેલા ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતનો 227 રને પરાજય થયો હતો. આ હાર બાદ ટીમ ઈન્ડિયા આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઇન્ટ ટેબલમાં ચોથા સ્થાને આવી ગયુ છે, જ્યારે ઇંગ્લેન્ડ ટોચ પર આવી ગયું છે.
A huge win over India in the first Test has propelled England to the top of the ICC World Test Championship standings
#WTC21 pic.twitter.com/8AaC8XMrjr — ICC (@ICC) February 9, 2021
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રણે રમાશે. જે પૈકી પ્રથમ મેચ ચેન્નાઈમાં રમાઈ હતી. અંતિમ દિવસે 420 રનનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 192 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડનો 227 રને વિજય થયો હતો. ભારત તરફથી કેપ્ટન વિરાટ કોહલીએ 72 અને શુભમન ગીલે 50 રન બનાવ્યાં હતા. જ્યારે અન્ય ભારતીય બેસ્ટમેન લાંબી બેટીંગ કરી શક્યા ન હતા. ભારતને ઈગ્લેન્ડ વિરુદ્ધ મળેલી આ હારથી મોટો ફટકો પડ્યો છે. ટીમ ઈન્ડિયા આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઇન્ટ ટેબલમાં ચોથા સ્થાને આવી ગયુ છે, જ્યારે ઇંગ્લેન્ડ ટોચ પર આવી ગયું છે. ન્યૂઝીલેન્ડ બીજા નંબર પર અને ઓસ્ટ્રેલિયા ત્રીજા ક્રમે આવી ગયુ છે. ન્યૂઝીલેન્ડની ટીમે પહેલા જ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે અને હવે ભારત, ઇંગ્લેન્ડ અથવા ઓસ્ટ્રેલિયા બંનેમાંથી કોઈ ફાઈનલમાં પ્રવેશ કરશે.