- યુપીમાં ઘોરણ 12માંનું અગ્રેજીનું પેપર લીક
- 24 જીલ્લામાં બપોરે 2 વાગ્યે લેવાનારી એક્ઝામ રદ કરવામાં આવી
લખનૌઃ- સોમવારથી સમગ્ર દેશભરના રાજ્યોમાં બોર્ડની પરિક્ષાઓનો આરંભ થયો છે, ત્યારે આજે ઉત્તરપ્રદેશમાં ઘોરણ 12ની પરિક્ષાનું અંર્ગેજીનું પેપેર બપોરે 2 વાગ્યે લેવાનાર હતું જો કે પરિક્ષા પહેલા જ પેપર ફૂટી જવાની માહિતી પ્રાપ્ત થી રહી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ઘોરમ 12ની પરિક્ષાનું અંગ્રેજીનું પેપર લીક થતાની સાથે જ સમગ્ર પ્રદેશના 24 જેટલા જીલ્લાઓમાં આજનું પેપર રદ કરવામાં આવ્યું છે, વિદ્યાર્થીઓની આજની પરિક્ષા લેવામાં આવશે નહી.
આ મામલે માધ્યમિક શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ આરાધના શુક્લાએ જણાવ્યું હતું કે બાકીના 51 જિલ્લાઓમાં બોર્ડની પરીક્ષાઓ પૂર્વ નિર્ધારિત સમયપત્રક મુજબ લેવામાં આવશે.
મળતી વિગત પ્રમાણે બલિયામાં પેપર લીકની ઘટના બની છે. આ પછી, બુધવારે 2 થી 5.15 વાગ્યા સુધીના સમયમાં સૂચિત પરીક્ષા 24 જિલ્લામાં રદ કરવામાં આવી હતી. માધ્યમિક શિક્ષણ નિયામકના જણાવ્યાપ્રમાણે, ઇન્ટરમીડિયેટ અંગ્રેજી વિષયના 316 ઈડી અને 316 ઈઆઈ શ્રેણીના પ્રશ્નપત્ર લીક થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને, 24 જિલ્લાઓની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ 24 એવા જીલ્લાઓ છે કે જ્યા જ્યાં આ શ્રેણીના પેપર મોકલવામાં આવ્યા હતા. આ સાથે જ હવે રદ થયેલી પરીક્ષાની તારીખ પછી જાહેર કરવામાં આવશે.આ જીલ્લાઓમાં બલિયા, એટા, બાગપત, બદાઉન, સીતાપુર, કાનપુર દેહાત, લલિતપુર, ચિત્રકૂટ, પ્રતાપગઢ, ગોંડા, આઝમગઢ, આગ્રા, વારાણસી, મૈનપુરી, મથુરા, અલીગઢ, ગાઝિયાબાદ, શામલી, શાહજહાંપુર, ઉન્નાવ , મહોબા, આંબેડકર નગર, ગોરખપુરનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે આજે બપોરે 2 વાગ્યે અંગ્રેજીનું પેપર હોવાથી ગામડાઓથી લઈને અંતરીયાળ વિસ્તારના તમામ બોર્ડના વિદ્યાર્થીઓ એક્ઝામ સેન્ટર પર આવી પહોંચ્યા હતા ત્યારે હવે તેઓને હાલાકી ભોગવાનો વારો આવ્યો છે, કેટલાક વિદ્યાર્થીઓને કરેલી સખ્ત મહેનત પર પાણી ફરી વળ્યું છે.આ સાથે જ ઘણા વિદ્યાર્થીઓએ આમ કરનારા વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે.