Site icon Revoi.in

ધર્મ સંસદમાં અપમાનજનક ભાષણનો મામલોઃ 160 પ્રબુદ્ધ નાગરિકોએ પીએમ મોદીનો લખ્યો પત્ર,કાર્યવાહીની કરી માંગ

Social Share

દિલ્હીઃ- દેશના ચાર ભૂતપૂર્વ નૌકાદળના વડાઓ સહિત 160 થી વધુ પ્રતિષ્ઠિત નાગરિકોએ હરિદ્વાર, દિલ્હી અને રાયપુરની ધર્મ સંસદમાં દ્વેષપૂર્ણ ભાષણના ઉપયોગ પર નારાજગી વ્યક્ત કરી છે આ બબાતે તેઓ એ  રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર લખ્યો છે.

મળતી માહિતી પ્રમાણે  રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનને લખેલા ખુલ્લા પત્રમાં, પ્રબુદ્ધ નાગરિકોએ અપશબ્દ ભાષાઓને રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી ગણાવી છે તેને હિંસા માટે ઉશ્કેરણી ગણાવી હતી. ધર્મ સંસદમાં અપમાનજનક ભાષણ માટે જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવા પ્રબુદ્ધ નાગરિકોએ માંગ પણ  કરી છે.

સેવા નિવૃ્ત્ત એડમિરલ લક્ષ્મીનારાયણ રામદાસ ,સેવા નિવૃત્ત એડમિરલ આરકે ધવન અને ભૂતપૂર્વ વાયુસેનાના નિવૃત્ત વડા એર માર્શલ એસપી ત્યાગી , પત્રકારો, વકીલો અને અર્ધ-લેખકો સહિત કેટલાક નિવૃત્ત અમલદારો, જેમણે ખુલ્લા પત્ર પર હસ્તાક્ષર કર્યા છેઆ પત્ર પીએમ મોદીને મોકલવામાં આવ્યો છે.આ પત્રમાં તમામ પ્રબુદ્ધ લોકોએ ધર્મ સંસદની ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે તેઓ 17 થી 19 ડિસેમ્બર દરમિયાન હરિદ્વારમાં યોજવામાં આવેલ ધર્મ સંસદમાં આપેલા ભાષણોથી તેઓ નારાજ છે. આ સાથે જ પત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પ્રબુદ્ધ લોકો એવી વસ્તુઓને મંજૂરી આપી શકાય નહીં જે આંતરિક સુરક્ષાના ધોરણોનું ઉલ્લંઘન કરે છે

પ્રબુદ્ધ નાગરિકોએ તેમના પત્રમાં વધુમાં જણાવ્યું છે કે, ‘દિલ્હીમાં પણ મોટી સંખ્યામાં લોકો હરિદ્વારમાં ધર્મ સંસદની આસપાસ એકઠા થયા હતા અને ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાનો જાહેરમાં સંકલ્પ કર્યો હતો. સાથે જ અન્ય સ્થળોએ પણ આવી રાષ્ટ્રવિરોધી સભાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.પ્રબુદ્ધ નાગરિકોએ લેખિતમાં કેન્દ્ર સરકારને આ ઘટનાઓમાં સંડોવાયેલા લોકો સામે પગલાં લેવા વિનંતી કરી છે.આ પત્રમાં આમ કરનારા સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે