Site icon Revoi.in

VIRAL VIDEO: જુઓ હરણની હેરતઅંગેજ ‘આકાશી હરણફાળ’, વીડિયો જોઇને અવાક થઇ જશો

Social Share

નવી દિલ્હી: દેશના અનેક નેશનલ પાર્કમાં અનેકવાર અદ્દભુત નજારો જોવા મળતો હોય છે. કેટલાક વન્યજીવો એવી કરતબતો કરતા કેમેરામાં કેદ થઇ જાય છે કે આપણે જોઇને આપણા હૃદયના ધબકારા પણ વધી જતા હોય છે. મધ્યપ્રદેશના સિવનીના પેંચ નેશનલ પાર્કમાં એક ઊડતા હરણનો વીડિયો વાયરલ થયો છે.

જંગલમાં વધુ સમર્થ પ્રાણી તેનાથી ઓછી શક્તિ ધરાવતા પ્રાણીઓનો શિકાર કરતા હોય છે અને આ નજારો તો સામાન્ય છે પરંતુ આ પ્રકારના પ્રાણીઓથી બચવા અન્ય પ્રાણીઓ જે પોતાની શક્તિ, સ્ફૂર્તિ અને જુસ્સાનો જે પરચો આપે છે તે નજારો જોવો ખરા અર્થમાં યાદગાર બની રહે છે. કેટલાક પ્રાણીઓ દોડવામાં તો કેટલાક થાપ આપવામાં માહેર હોય છે. અહીંયા એક આવું જ હરણ છે જે શિકારીને થાપ આપતું જોઇ શકાય છે.

જુઓ VIRAL VIDEO:

આ વીડિયોમાં જોઇ શકાય છે કે શિકારીથી બચવા માટે હરણ હેરતંઅંગેજ છલાંગ લગાવે છે અને આ લાંબી અને ઊંચી છલાંગ જોઇને ખુદ તમે પણ અવાક થઇ જશો. હાલમાં સોશિયલ મીડિયા પર આ આકાશી હરણફાળનો વીડિયો વાયરલ થયો છે.

વાયરલ ક્લિપમાં જોઇ શકાય છે કે એક હરણ એક ઊંચી અને લાંબી છલાંગ લગાવે છે. આ અકલ્પનીય છલાંગને કોઇ પ્રવાસીએ કેમેરામાં કેદ કરી દીધી છે. પાછો આ વીડિયો સ્લો મોશનમાં લીધો હોવાથી એવું લાગી રહ્યું છે કે જાણે હરણ હવામાં તરી રહ્યું છે. તમે આ વીડિયોમાં હરણને એક મોટી છલાંગ લગાવીને રસ્તાની બીજી બાજુ જતા જોઇ શકો છો.

આ વીડિયોને ટ્વિટર હેન્ડલ @WildLense_India દ્વારા 15 જાન્યુઆરીના રોજ શેર કરવામાં આવ્યો હતો. આ ક્લિપને અત્યાર સુધી 71 હજારથી વધુ વ્યૂઝ, 5 હજારથી વધુ લાઇક્સ અને સેંકડો કોમેન્ટ્સ મળી ચૂકી છે.