એક સમય કરતા વધારે સમય મનોરંજન પણ શરીર માટે જોખમી છે,જાણો આવું કેમ
આજના સમયમાં ટેક્નોલોજીનો ઉપયોગ હવે એવી રીતે થવા લાગ્યો કે તે સમય બચાવે પણ છે અને મોટાભાગનો સમય બગાડે પણ છે. આજના યુવાનોને હવે ઓનલાઈન વેબસીરીઝ જોવાની આદત પડી ગઈ છે જેના કારણે તેમનો દિવસને નોંધપાત્ર સમય આ પ્રકારના મનોરંજનમાં જાય છે પરંતુ તે વાત દરેક વ્યક્તિએ જાણવી જોઈએ કે અમુક સમય કરતા વધારે સમય પણ શરીર માટે જોખમી બની શકે છે અને તેનાથી ગંભીર અસરો પણ થઈ શકે છે.
જાણકારી અનુસાર ‘ડોપામાઈન’ને કારણે કોઈ વસ્તુમાં રસ વધે છે. આપણું મગજ ડોપામાઈન નામનું રસાયણ છોડે છે અને તે આપણને આપણા મનપસંદ કામમાં વ્યસ્ત રહેવા ઉત્તેજિત કરે છે. જે લોકો સતત વેબ સિરીઝ જુએ છે, તેમની યાદશક્તિ નબળી પડી શકે છે. એટલું જ નહીં આવા લોકોને ઊંઘ ન આવવાની સમસ્યા પણ થવા લાગે છે. ઊંઘ ન આવવાને કારણે તણાવ શરૂ થાય છે.
નિષ્ણાતો અનુસાર, કલાકો સુધી વેબ સિરીઝ કે ફિલ્મો જોવાને કારણે આંખોમાં સોજો આવી જાય છે. આ સિવાય શરીરમાં થાક કે નબળાઈ પણ રહે છે. તેના કારણે માનસિક સ્વાસ્થ્યને અસર થાય છે.