Site icon Revoi.in

મીડિયા જગતના માંધાતા પ્રદીપ ગુહાનું નિધન, કેન્સરની બીમારીની ચાલતી હતી સારવાર

Social Share

મુંબઈઃ મીડિયા જગતના અગ્રણી અને માંધાતા તેમજ હિન્દી ફિલ્મ ફિઝા, મિશન કશ્મીર અને ફિર કભી જેવી ફિલ્મોના પ્રોડ્યુસર અને એક કંપનીના એમડી પ્રદીપ ગુહાનું નિધન થયું છે. ત્રણ અઠવાડિયા પહેલા જ એડવાન્સ લીવર કેન્સર (સ્ટેજ-4)ની જાણ થતા તેમને મુંબઈની જાણીતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. તેમજ તેમને શુક્રવારથી જ વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યાં હતા. દરમિયાન તેમણે મુંબઈની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. લોકોમાં તેઓ જાણીતા હતા. દરમિયાન તેમના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં પણ શોકનું મોજુ ફરી વળ્યું છે. તેઓ પહેલા અંગ્રેજી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં એક્ઝિક્યુટિવ તરીકે પણ કાર્યરત હતા. ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ ભાષામાં ન્યૂઝ પુરા પાડતા જાણીતા પોર્ટલ રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા) પરિવાર પણ તેમને શ્રદ્ધાંજલી પાઠવે છે.

ફિલ્મ અભિનેત્રી લારા દત્તાએ પ્રદીપ ગુહાના નિધન ઉપર શોક વ્યક્ત કરીને ટ્વીટર ઉપર લખ્યું છે કે, મારા પ્રેમાળ પીજી આપ હંમેશા રાજા હતા જે સૌથી સફળ ક્કીન મેકર હતા. જાણીતા ફિલ્મ ડાયરેક્ટર સુભાઈ ઘઈએ પણ શોક વ્યક્ત કરીને ટ્વીટ ઉપર જણાવ્યું હતું કે, અલવિદા મારા મિત્ર પ્રદીપ ગુહા, હું હંમેશા આપના વાસ્તવિક પ્રેમ અને સમર્થન માટે ઋણી રહીશ. આ પહેલા પણ સુભાષ ઘાઈએ તેમના સ્વસ્થ થવા અંગેની પ્રાર્થના કરતી ટ્વીટ કરી હતી. તેમણે કહ્યું હતું કે, હું ખરા દિલથી સારા મિત્ર, ફિલ્મ પ્રોડ્યુસર અને માર્કેટીંગ જીનિયસ પ્રદીપ ગુહા માટે પ્રાર્થના કરું છું, તેમણે મીડિયા અને મનોરંજનની દુનિયામાં અનેક પ્રતિભાઓ તૈયાર કરી છે. ફિલ્મ અભિનેતા મનોજ બાજપાયીએ પણ પ્રદીપ ગુહાના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું.