Site icon Revoi.in

યામી ગૌતમે મમ્મીની જ જૂની સિલ્કની સાડી પહેરીને કર્યા લગ્ન, મેકઅપ પણ જાતે જ કર્યો

Social Share

મુંબઇ: બોલિવૂડ એકટ્રેસ યામી ગૌતમે ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇકના ડાયરેક્ટર આદિત્ય ધર સાથે લગ્ન કરી લીધા છે. નજીકના પરિવારજનોની હાજરીમાં તેઓએ લગ્ન કર્યા છે. જો કે યામી ગૌતમનો વેડિંગ લૂક ખૂબ જ સિમ્પલ હતો. યામીએ લગ્નમાં પહેરેલી સાડી 33 વર્ષ જૂની છે. તે આ સાડીમાં ખૂબ જ સુંદર લાગતી હતી.

રિપોર્ટનું માનીએ તો, યામી ગૌતમે લગ્નમાં પોતાની મમ્મી અંજલિની 33 વર્ષ જૂની સિલ્કની ટ્રેડિશનલ સાડી પહેરી હતી. સાડીમાં ગોલ્ડન વર્ક હતું. સાડીનો બ્લાઉઝ પણ ગોલ્ડન વર્કવાળો અને મોટા ફૂલની ડિઝાઇનવાળો હતો. પોતાના બ્રાઇડલ લૂકને કમ્પ્લિટ કરવા માટે યામીએ લાલ રંગની ઓઢણી ઓઢી હતી.

યામીએ લગ્ન દરમિયાન ગોલ્ડ ચોકર સેટ, માંગ ટીકા અને ક્લિરા પહેર્યા હતા. યામી મૂળ હિમાલચપ્રદેશની હોવાથી તેણે લગ્ન દરમિયાન નાકમાં હિમાચલી નથણી પણ પહેરી હતી. આ નથણી પણ યામીનીને તેના નાનીએ ગિફ્ટ આપી હતી.

લગ્ન માટે યામીએ કોઈ મેકઅપ આર્ટિસ્ટ પાસે મેકઅપ નહોતો કરાવ્યો. તેણે જાતે જ પોતાનો મેકઅપ કર્યો હતો. સાથે જ યામીની હેરસ્ટાઈલ તેની બહેન સુરીલી ગૌતમે કરી આપી હતી. યામીનો લૂક અને મેકઅપ સિમ્પલ હતો છતાં પણ તે ખૂબ જ સુંદર લાગતી હતી.

જણાવી દઈએ કે, યામી અને આદિત્ય લાર્જર ધેન લાઈફ અથવા ગ્લેમરસ લગ્ન ઈચ્છતા નહોતા. તેઓ એકદમ નેચરલ અને પારંપારિક રીતે લગ્ન કરવા માગતા હતા. કપલના લગ્ન તેમના વતનમાં જ યોજાયા હતા.