- બોલિવૂડના ખલનાયક સંજય દત્તને મળ્યા UAEના ગોલ્ડન વિઝા
- સંજય દત્તે ગોલ્ડન વિઝા મેળવવા બદલ UAEના અધિકારીઓનો આભાર માન્યો
- અહીંયા વાંચો શું હોય છે ગોલ્ડન વિઝા
નવી દિલ્હી: બોલિવૂડના ખલનાયક સંજય દત્તને સંયુક્ત આરબ અમીરાતના ગોલ્ડન વિઝા મળ્યા છે. સંજય દત્તે તાજેતરમાં એક ટ્વિટ મારફતે આ જાણકારી આપી હતી. સંજય દત્તે ગોલ્ડન વિઝા મેળવવા બદલ UAEના અધિકારીઓનો આભાર માન્યો હતો.
ગોલ્ડન વિઝા મેળવ્યા બાદ ખુશી વ્યક્ત કરતા સંજય દત્તે જણાવ્યું હતું કે, મેજર જનરલ મોહમ્મદ અલ મારીની હાજરીમાં UAEના ગોલ્ડન વિઝા મેળવીને સન્માનીય અનુભવ કરી રહ્યો છું. આ સન્માન માટે UAE સરકારનો આભારી છું.
UAE ના ગોલ્ડન વિઝા (Golden Visa) મેળવ્યાની ખુશી વ્યક્ત કરવાની સાથે સંજય દત્તે તસ્વીરો પણ શેર કરી છે. જેમાં તે મેજર જનરલ મોહમ્મદ અલ મારીની સાથે હાથમાં પાસપોર્ટ પકડીને ઉભેલા જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે મેજર જનરલ મોહમ્મદ અલ મારી દુબઈમાં જનરલ ડાયરેક્ટ્રેટ ઓફ રેજીડેન્સી એન્ડ ફોરેન અફેર્સના ડાયરેક્ટર છે.
અમૂક અહેવાલોનું માનીએ તો, સંજય દત્તનું બીજુ ઘર દુબઇમાં છે જ્યારે તેમની પત્ની અને બાળકો સ્થાયી છે. બાળકો દુબઇમાં પોતાનો અભ્યાસ કરી રહ્યાં છે. આવામાં સંજય દત્તને ત્યાં અવારનવાર અવરજવર કરવી પડે છે. પરંતુ હવે તેને વારંવાર વિઝા લેવાની આવશ્યકતા નહીં રહે કારણ કે તેમની પાસે ગોલ્ડન વિઝા છે.
ગોલ્ડન વિઝા વિશે જાણો
અહેવાલ અનુસાર ગોલ્ડન વિઝા 10 વર્ષની રહેવાની પરમિશન હોય છે. આની ઘોષણા 2019 માં દુબઈના ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને શાસક હીઝ હાઈનેસ શેખ મોહમ્મદ બિન રાશીદ અલ મકતૂમ દ્વારા કરવામાં આવી હતી.