VIRAL VIDEO: અમેરિકાના ડિસેબલ્ડ પ્લેન પર હીંચકા ખાઇ રહ્યા છે તાલિબાનીઓ, જુઓ વીડિયો
- અમેરિકાના ડિસેબલ પ્લેન પર દોરડું બાંધીને હિંચકા ખાતા તાલિબાનીઓનો વીડિયો વાયરલ
- આ વીડિયો જોઇને અનેક લોકોએ નિરાશા પણ વ્યક્ત કરી
- કે અફઘાનિસ્તાનની કમાન આવા લોકોના હાથમાં છે
નવી દિલ્હી: અમેરિકન સૈન્યની ઘર વાપસી બાદ અફઘાનિસ્તાનમાં તાલિબાને કબ્જો જમાવી લીધો છે અને હવે ત્યાં તાલિબાને સરકારની પણ રચના કરી દીધી છે. અમેરિકા સેના પરત ફરતી વખતે અનેક હથિયાર અને સૈન્ય વિમાનોને ડિસેબલ કરીને છોડી ગઇ છે. જેનો ઉપયોગ હવે તાલિબાનીઓ મોજ મસ્તી માટે કરી રહ્યા છે. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડિંગ છે. વીડિયોમાં તાલિબાની ફાઇટર્સ અમેરિકન ફાઇટર જેટની વિંગ પર દોરડું બાંધીને હીંચકા ખાઇ રહ્યા છે.
પાકિસ્તાનના પત્રકાર જે બાધવાને આ વીડિયો શેર કર્યો છે. આ પ્લેન ડિસેબલ હોવાને કારણે ઉડી શકે તેવી સ્થિતિમાં નથી. એવામાં તાલિબાની ફાઇટર્સ તેનો ભરપૂર આનંદ ઉઠાવી રહ્યા છે. વીડિયોમાં તમે જોઇ શકો છો કે કેવી રીતે તાલિબાની આતંકી ગ્રાઉન્ડમાં ઊભેલા ફાઇટર જેટની વિંગ પર દોરડું બાંધીને હીંચકે ઝૂલવાનો આનંદ માણી રહ્યા છે. વીડિયોમાં અનેક તાલિબાનીઓ જોવા મળી રહ્યા છે.
જો કે આ વીડિયોને લઇને ઑનલાઇન લોકોએ નિરાશા પણ વ્યક્ત કરી છે કે, 20 વર્ષમાં બદલાયેલા અફઘાનિસ્તાનની કમાન આ પ્રકારના લોકોના હાથમાં છે.
બીજી તરફ, ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિઝિયાન ઝાઓએ વીડિયો શૅર કરતાં અમેરિકાની મજાક ઉડાવી છે. ઝાઓએ લખ્યું, ‘સામ્રાજ્યોના કબ્રસ્તાન અને તેમના જંગી મશીનો તાલિબાને તેમના પ્લેન્સને ઝૂલા અનેક રમકડાઓમાં ફેરવી દીધા છે.’
અગાઉ પણ એવા અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં તાલિબાનીઓ નાચતા જોવા મળી રહ્યા છે તો ક્યાંક બાળકોના અમ્યૂઝમેન્ટ પાર્કમાં હીંચકે ઝુલતા જોવા મળી રહ્યા છે.