- એક વ્યક્તિ જીવતો સાપ ગળી ગયો
- ત્યારબાદ તેની જીભ પણ સોજી ગઇ
- અંતે તેને સ્ટંટ ભારે પડતા થયું મોત
સામાન્યપણે સાપ કરડવાથી કોઇનું પણ મોત થઇ શકે છે, આમ છતાં એક વ્યક્તિ આવા જ એક જીવતા સાપને ગળી ગયો. જો કે આ સ્ટંટ બાદમાં આ વ્યક્તિને ભારે પડતા અંતે તેનું મોત થયુ હતું.
સોશિયલ મીડિયા પર રશિયાના એક ખેત મજૂરનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં વ્યક્તિ સાપ ગળતો જોવા મળી રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર સાપને ગળવાના પહેલા બે પ્રયાસો કર્યા, ત્યારબાદ ત્રીજા પ્રયાસમાં તે જ્યારે સાપને ગળવાની કોશિશ કરી રહ્યો હતો ત્યારે જ સાપ તેને જીભે કરડી ગયો હતો. ત્યારબાદ ફરીથી સાપે ગળામાં ડસી લીધું.
આ બાદ થોડાક જ કલાકોમાં ખેડૂતોની હાલત બગડવા લાગી હતી. સારવાર અર્થે તેને હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ડૉક્ટરો અનુસાર સાપ કરડવાથી વ્યક્તિને એલર્જી થઇ ગઇ. જીભ અને ગળામાં સોજો આવી ગયા હતા. વ્યક્તિને એનાફિલેક્ટિક શોક લાગ્યો. સાપ કરડવાને કારણે વ્યક્તિની જીભ પર સોજો આવી ગયો અને જીભ એટલી સોજી ગઇ કે મોઢામાં માંડ માંડ ફીટ થતી હતી. વ્યક્તિને તેને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી અને અંતે તેનું મોત થઇ ગયું હતું.
રિપોર્ટ મુજબ આ વિસ્તારમાં સ્થાનિક લોકોમાં સાપ ગળવાની પ્રથા છે. અહીં તરબૂચના ખેતરોમાં સ્ટેપ વાઈપર મળી આવે છે. જે મોટાભાગે ઝેરીલા હોતા નથી. પરંતુ માણસોને તે નુકસાન પહોંચાડી શકે છે.