Site icon Revoi.in

VIRAL VIDEO: મગરનો ક્લોઝ-અપ શોટ લેવા સમયે જે થયું તે જોઇને તમે પણ ચોંકી જશો

Social Share

નવી દિલ્હી: અત્યારના સમયમાં મોટા ભાગે ડ્રોનથી ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. હવે તો વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી કે મોમેન્ટ્સ કેપ્ચર કરવા માટે પણ ડ્રોનનો ઉપયોગ વધ્યો છે પરંતુ ક્યારેક ડ્રોનને કેટલાક ખતરાનો પણ સામનો કરવો પડતો હોય છે. હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક ઘડિયાલ (Alligator) ડ્રોનને પોતાના મોઢામાં પકડી લે છે અને ત્યારબાદ તેના મોઢામાંથી ધુમાડાને ગોટેગોટા નીકળે છે.

આ વીડિયો ફ્લોરિડાનો છે. અહીં મગર નાના ડ્રોનની ચારે બાજુએ પોતાના જડબા ફેરવતો જોવા મળી રહ્યો છે. જો કે કહેવામાં આવી રહ્યું છે કે, આ બાદ ડ્રોનમાં આગ લાગી ગઇ હશે કારણ કે વીડિયોમાં મગરના મોઢામાંથી ધુમાડો નીકળતા જોઇ શકાય છે.

(વીડિયો સાભાર – વાયરલ વીડસ)

વીડિયો સાથે કેપ્શનમાં ડ્રોન ઓપરેટરે જણાવ્યુ છે તે મગરનો ક્લોઝ-અપ શોટ લેતી વખતે તેને લાગ્યુ હતુ કે ડ્રોન સેન્સર તેને મગર સાથે સુરક્ષિત દૂરી બનાવી રાખવામાં મદદ કરશે.

ડ્રોન ઓપરેટરે લખ્યુ કે, અમે મગરનું મોઢુ ખોલવાના પ્રયત્નો કરી રહ્યા હતા અને વિચાર્યુ હતુ કે ડ્રોન ઉડી જશે. સ્પાર્કનો ઉપયોગ કરવાની અમારી પાસે બીજી તક હતી.

આપને જણાવી દઇએ કે કેલિફોર્નિયા સ્થિત ડ્રોન કંપની 3DRના સંસ્થાપક અને પૂર્વ CEO ક્રિસ એન્ડરસને આ વીડિયો શેર કર્યો છે. તેમણે ક્લિપ શેર કરતા લખ્યું છે કે, મગર હવામાંથી ડ્રોનને પકડી લે છે અને તરત જ મોઢામાં આગ લાગી જાય છે.