- બાળકો જેવો અદ્દલોઅદલ રડતા પક્ષીનો વીડિયો વાયરલ
- ઓસ્ટ્રેલિયાના એક ઝૂમાં આ પક્ષી આ પ્રકારના અવાજ કાઢી રહ્યું છે
- હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે
નવી દિલ્હી: શું તમે ક્યારેય અદ્દલોઅદલ બાળકની જેમ રડતું પક્ષી જોયું છે? ચોંકી ગયા ને? જી હા, પરંતુ આ હકીકત છે. સોશિયલ મીડિયામાં હાલમાં આવી જ રીતે બાળકોની જેમ જ રડતા પક્ષીનો એક વીડિયો વાયરલ થયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ઓસ્ટ્રેલિયાના સિડની શહેરના Taronga Zooમાં રહેનારા એક પક્ષીનો વીડિયો તંત્ર દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ પક્ષી બાળકની જેમ રડતું કેમેરામાં ઝડપાયું હતું. જેમ બાળક કોઇ મનગમતી વસ્તુ ના મળે તો રડી પડે તેમ આ પક્ષી પણ રડી પડ્યું હતું.
Bet you weren't expecting this wake-up call! You're not hearing things, our resident lyrebird Echo has the AMAZING ability to replicate a variety of calls – including a baby's cry!
via keeper Sam #forthewild #tarongatv #animalantics pic.twitter.com/RyU4XpABos — Taronga Zoo (@tarongazoo) August 30, 2021
આ ઘટનાનો વીડિયો વાયરલ થતા વિશ્વભરના લોકોમાં ભારે કૂતુહલ સર્જાયું છે. પ્રથમવાર સાંભળતા એવું જ લાગે કે જાણે હકીકતમાં બાળક જ રડતું હોય.
આ પક્ષીને લીરેબર્ડ કહેવાય છે. જ્યુક યુનિટના સુપરવાઇઝર લીએન ગોલેબિયોસ્કી અનુસાર આ પક્ષી વિવિધ પ્રકારના અવાજો કાઢી શકે છે અને બાળકની જેમ રડી પણ શકે છે. તે કારના હોર્ન જેવો પણ અવાજ કરે છે.
નિષ્ણાંતો અનુસાર આ પક્ષીઓની પ્રજાતિ કોઇપણ વસ્તુ કે અવાજ યાદ રાખવામાં ખૂબ જ સક્ષમ છે. તે પ્રેક્ટિસ પણ કરતા રહે છે. આ રીતે તે અનેક અવાજ કાઢતા રહે છે.