Site icon Revoi.in

VIDEO: કાગડાએ કરી નાંખ્યો હવામાં ઉડતા ડ્રોન પર હુમલો, પછી જે થયું તે જોઇને તમે દંગ રહી જશો

Social Share

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર આજકાલ એક કાગડાનો વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક કાગડો ડિલિવરી ડ્રોન પર હુમલો કરે છે. આ વીડિયો પર અનેક યૂઝર્સે તેના રિએક્શન પણ આપ્યા છે. સાંપ્રત સમયમાં શૂટિંગથી લઇને દરેક વસ્તુઓ પહોંચાડવા સુધી ડ્રોનનો ઉપયોગ થઇ રહ્યો છે જો કે ડ્રોનને પક્ષીઓ માટે અસુરક્ષિત માનવામાં આવે છે. નિષ્ણાતોના મતે ડ્રોનના પાંખિયાથી પક્ષીઓ ડરી જાય છે.

(વીડિયો સાભાર – સ્ટોરીફૂલ રાઇટ્સ મેનેજમેન્ટ)

આ વીડિયો હકીકતમાં ઓસ્ટ્રેલિયાનો છે. જ્યાં એક ફૂડ ડિલીવરી ડ્રોન પર એક કાગડાએ હુમલો કરી દીધો. વીડિયોમાં જોઇ શકાય છે કે એક હવામાં ઉડતા ડ્રોન પર કાગડાએ હુમલો કરી દીધો છે. જે પછી કંઇક એવું થયું કે લોકો હેરાન થઇ ગયા. એક વ્યક્તિએ એર ડિલિવરીથી ફૂડ ઓર્ડર કર્યું હતું. જે પછી તેના પોતાના ઓર્ડરની રાહ જોઇ રહ્યા હતા ત્યારે તેઓએ આકાશમાં નજર નાખી તો એક કાગડાએ ડ્રોન પર હુમલો કર્યો.

વીડિયોમાં જોઇ શકાય છે કે કાગડો વારંવાર ચાંચથી ડ્રોન પર હુમલો કરી રહ્યો હતો જો કે બાદમાં જ્યારે તેને સમજાયું કે તેના હુમલાથી ડ્રોનને કોઇ ફરક નથી પડતો, ત્યારે તે ત્યાંથી ઉડી ગયો. સોશિયલ મીડિયા પર યૂઝર્સ તેને જોઇને અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યૂઝરે ટિપ્પણી કરી અને લખ્યું કે – આ પ્રકારની સેવા શરૂ કરતા પહેલા આપણે આવા પરિણામ માટે પણ તૈયાર રહેવું જોઇએ.