- કેજરીવાલનો ચાટ પાપડી વેચતો વીડિયો વાયરલ
- સોશિયલ મીડિયા પર આ વીડિયો છે વાયરલ
- કેજરીવાલના હમશકલ ગ્વાલિયરમાં વેચે છે ચાટ પાપડી
નવી દિલ્હી: મધ્યપ્રદેશના ગ્વાલિયર શહેરમાં દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ જેવો આબેહૂબ ચહેરો ધરાવતા હમશકલનો ચાટ પાપડી વેચતો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
તમે પણ આ વ્યક્તિને જોઇને ચકરાવે ચડી જશો. ગુપ્તાજી દિલ્હીના સીએમના હમશકલ છે. તે ગ્વાલિયરના મોતી મહલ પાસે ચાટ, પાપડી અને દહીંવડા વેચે છે. તેની તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
હવે લોકો પણ તેને કેજરીવાલ કહીને બોલાવે છે. ગુપ્તાએ હવે ટોપી પહેરવાનું શરૂ કર્યું છે.
(વીડિયો સૌજન્ય – દિલ સે ફૂડી)
આ ચાટ પાપડી વેચતા ગૌરવ ગુપ્તા સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં છે. આ જ કારણોસર તેને ત્યાં ગ્રાહકોનો ઘસારો જોવા મળતો રહે છે. આસપાસના લોકો પણ તેને હવે કેજરીવાલ કહીને જ બોલાવે છે.
ગૌરવ ગુપ્ત દરરોજ 12 વાગ્યાની આસપાસ દુકાન શરૂ કરે છે. પોતાની બાઇક પર તે ચાટ, પાપડી વેચે છે. ગ્વાલિયરની મોટા ભાગની સરકારી કચેરીઓ મોતી મહેલ નજીક હોવાથી મોટા ભાગના સરકારી કર્મચારીઓ તેના ગ્રાહકો છે.
ગૌરવ ગુપ્તાની ઓળખ સતત વધી રહી છે. લોકો દૂર દૂરથી તેને ત્યાં નાસ્તાની જયાફત માણવા આવે છે. ગૌરવ ગુપ્તા પાસે અનેક યૂટ્યુબર્સ પણ આવી રહ્યાં છે અને તેનો વીડિયો ઉતારી રહ્યાં છે. હવે તેઓ રાષ્ટ્રીય સ્તરે મીડિયામાં અહેવાલો પછી જાણીતા બન્યાં છે.
તેઓ એકવાર દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને પણ મળવા આતુર છે.