ક્યારેય જોયું છે સોનાનું વડાપાઉં? અહીંયા 2000 રૂપિયામાં મળે છે સોનાનું વડાપાઉં
- દુબઇમાં મળે છે 22K ગોલ્ડનું સોનાનું વડાપાઉં
- આ ગોલ્ડન પ્લેટેડ વડાપાઉંની કિંમત છે 2000 રૂપિયા
- સોશિયલ મીડિયામાં ગોલ્ડન વડાપાઉં છે વાયરલ
નવી દિલ્હી: જો મુંબઇની ક્યારેક વાત નીકળે તો વડાપાઉંને ચોક્કસપણે યાદ કરવામાં આવે છે. કારણ કે વડાપાઉંને તમે મુંબઇની ઓળખ કહો કે મુંબઇગરો માટે ફેવરિટ ફૂડ કહો તો એમાં પણ કોઇ અતિશયોકતિ નથી. મુંબઇનાં દરેક ખુણે તમને સરળતાપૂર્વક વડાપાઉં મળી રહેશે. પરંતુ શું તમે ક્યારેય 2000 રૂપિયાનું સોનાનું વડાપાઉં જોયું છે? ચોંકી ગયા ને?, જી હા, પરંતુ આ હકીકત છે. હાલમાં સોશિયલ મીડિયામાં એક સોનાના વડાપાઉંનો વીડિયો ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે.
પ્રાપ્ત અહેવાલ અનુસાર, UAEના અલકરામાં O, Pao નામનું રેસ્ટોરન્ટ ખોલવામાં આવ્યું છે. જેના મેનુમાં વડાપાઉંની Dh99 (લગભગ 2000 રૂપિયા) કિંમત લખવામાં આવી છે, આ રેસ્ટોરન્ટ મેનુમાં વડાપાઉંની કિંમત જોઇને ઘણા લોકો દંગ રહી ગયા. જો કે દાવો કરવામાં આવ્યો છે કે, તે વિશ્વનું પહેલુ 22 કેરેટ સોનાનું ગોલ્ડન પ્લેટેડ વડાપાઉં છે.
#Gold_Vada_Paav This is what's wrong with the world: too many rebels without a cause. pic.twitter.com/JKeKsgOLEo
— Masarat Daud (@masarat) August 30, 2021
આ વડાપાઉં પર 22K ગોલ્ડ પ્લેટથી આવરણ ચઢાવાયું છે. જેના કારણે તેની કિંમત સામાન્ય વડાપાઉં કરતા અનેકગણી વધારે છે. આ સોનાનું વડાપાઉં હાલ તો સોશિયલ મીડિયા પર લોકો માટે ચર્ચાનો વિષય બન્યું છે.