Site icon Revoi.in

બાળકોમાં કોરોનાની વેક્સિન લેવાને લઈને ભારે ઉત્સાહ,આટલા કરોડ બાળકને મળ્યો ડોઝ

Social Share

દિલ્હી:દેશમાં કોરોનાવાયરસના કેસ ફરીવાર વધી રહ્યા છે. ચોથી લહેરની આગાહી પણ કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ બાળકોનું વેક્સિનેશન પણ શરૂ કરવામાં આવ્યું છે. જો વાત કરવામાં બાળકોના વેક્સિનેશન પ્રોગ્રામની તો અત્યાર સુધીમાં 12 થી 14 વર્ષના 60 ટકા કિશોરોએ વેક્સિનનો પહેલો ડોઝ લઈ લીધો છે. આ ખૂબ જ સકારાત્ક ટ્રેન્ડ છે જેમાં આગામી સમયમાં ખૂબ સ્પીડ આવશે.

આ બાબતે દેશના કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને કહ્યું કે,12-14 વર્ષના 60 ટકા લોકોએ લઈ લીધો વેક્સિનનો પહેલો ડોઝ લઈ લીધો છે.

ઉલ્લેખનીય છે કે દેશમાં 5 થી 11 વર્ષના બાળકોની વેક્સિનને પણ મંજૂરી મળી છે. બાયોલોજિકલ ઈની કોર્બેવેક્સ વેક્સિન ટૂંક સમયમાં આ વય જૂથના બાળકોને મળતી થઈ જશે. કેન્દ્ર સરકારે કોરોના વેક્સિનના બીજા ડોઝ અને પ્રિકોશન ડોઝ વચ્ચેના અંતરાલનો સમય નથી ઘટાડ્યો. એટલે કે બે ડોઝ વચ્ચેના અંતરમાં સરકારે કોઇ પણ પ્રકારનો ફેરફાર નથી કર્યો. તમને જણાવી દઇએ કે, અગાઉ ટાઈમ ગેપ 9 મહિનાથી 6 મહિના કર્યા હોવાનો દાવો કરાયો હતો.

અગાઉ ICMR અને અન્ય આંતરરાષ્ટ્રીય સંશોધન સંસ્થાઓએ સલાહ આપી હતી કે, કોરોના વેક્સિનના બંને ડોઝ લીધાના 6 મહિના બાદ એન્ટિબોડીનું સ્તર ઓછું થઇ જાય છે. આવી સ્થિતિમાં હાલમાં બુસ્ટર ડોઝ આપવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. હાલમાં, 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોરોના વેક્સિનના બીજા ડોઝના 9 મહિના બાદ બુસ્ટર ડોઝ લગાવવાની મંજૂરી છે.