1. Home
  2. ગુજરાતી
  3. કોરોનાની જંગમાં રસીકરણ બાબતે યુવાઓનો ઉત્સાહ- અત્યાર સુધી 3 કરોડથી વધુ યુવાઓ એ લીધો પ્રથમ ડોઝ
કોરોનાની જંગમાં રસીકરણ બાબતે યુવાઓનો ઉત્સાહ- અત્યાર સુધી 3 કરોડથી વધુ યુવાઓ એ લીધો પ્રથમ ડોઝ

કોરોનાની જંગમાં રસીકરણ બાબતે યુવાઓનો ઉત્સાહ- અત્યાર સુધી 3 કરોડથી વધુ યુવાઓ એ લીધો પ્રથમ ડોઝ

0
Social Share
  • 3 જાન્યુઆરીથી યુવાઓ માટે વેક્સિનેશનની પ્રકિયા શરુ કરાઈ
  • આજ દિન સુધી 3 કરોડ યુવાઓ થયા વેક્સિનેટ

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે વિતેલા વર્ષના જાન્યુઆરી મહિનાથી લોકોને વેક્સિન આપવાનું શરુ થયું ત્યાર બાદ ઓમિક્રોનનો કહેર અને ત્રીજી લહેર વચ્ચે પીએમ મોદી એ 3 જાન્યુઆરીથી 15 થી 18 વર્ષના યુવાઓને લઈને વેક્સિનેશન આપવાની પ્રકિરિયા ચાલુ કરાવી ત્યારે મોટા પ્રમાણમાં યુવાઓ વેક્સિન લઈ રહ્યા છે અને રસીકરણને જોરદાર વેગ મળી રહ્યો છે.

આ વર્ષે 3 જાન્યુઆરીથી દેશમાં યુવાનોનું રસીકરણ શરૂ થયું છે. આ માટે 1 જાન્યુઆરીથી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. હાલમાં, માત્ર 15 થી 18 વર્ષની વયના કિશોરોને જ કોરોનાની રસી આપવામાં આવી રહી મછે. દેશના યુવાનોને માત્ર ભારત બાયોટેક દ્વારા બનાવેલી રસી અપાઈ રહી છે છે.

આ સાથએ જ 3 જાન્યુઆરીથી શરૂ થયેલ 15 થી 18 વર્ષની વયજૂથના કિશોરોનું રસીકરણ સફળ સાબિત થઈ રહ્યું છે. માત્ર 10 દિવસમાં દેશની અંદર 3 કરોડથી વધુ કિશોરોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને આ મામલે  જાણકારી આપી હતી

કેન્દ્રીય મંત્રીએ ટ્વિટ કરીને લખ્યું કે કર્યું, ‘યુવા ભારતે દેખાડી જવાબદારી અને ઉત્સાહની ભાવના, 15 થી 18 વર્ષની વય જૂથના 3 કરોડથી વધુ યુવાનોએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. હું મારા તમામ યુવા મિત્રોને વહેલામાં વહેલી તકે રસીકરણ કરાવવા અપીલ કરું છું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code